કરોડોનું ટર્નઓવર, હેલિકોપ્ટરના માલિક... આ છે દેશના સૌથી ધનવાન ખેડૂત, અંબાણી પણ પાછળ!

Wed, 18 Sep 2024-3:35 pm,

ઉત્તરપ્રદેશના દૌલતપુરના રહેવાસી રામશરણ વર્મા દેશના સૌથી મોટા ખેડૂત છે. રામશરણ વર્માએ પારિવારિક 6 એકર જમીનથી 300 એકર જમીન સુધીની સફર કરી છે. કિસાન તકમાં પ્રકાશિત સમાચાર અનુસાર તેઓ 1986થી ખેતી કરી રહ્યાં છે. તે સમયે તેમની પાસે 6 એકર પારિવારિક જમીન હતી, હવે તેમણે વધારી 300 એકર કરી લીધી છે. 2019માં કેન્દ્ર સરકારે આ ખેડૂતનું પદ્મશ્રીથી સન્માન કર્યું હતું. રામશરણ વર્મા મોટા ભાગે શાકભાજીની ખેતી કરે છે. તેમનું વાર્ષિક ટર્નઓવર કરોડોમાં છે. 

વ્યક્તિગત રૂપથી દેશના સૌથી મોટા ખેડૂતની વાત કરવા પર રામશરણ વર્મા બાદ રાજસ્થાનના રમેશ ચૌધરીનું નામ આવે છે. જયપુરના રહેવાસી રમેશ ચૌધરી ત્રણ પાલી હાઉસ અને એક ગ્રીનહાઉસના માલિક છે. પાલીહાઉસમાં તેમને ત્યાં ટામેટા અને કાકડીની ખેતી કરવામાં આવે છે. આ સિવાય ગ્રીન હાઉસમાં ફૂલોની ખેતી કરવામાં આવે છે. રમેશ ચૌધરીને ત્યાં મોટી માત્રામાં મકાઈનું ઉત્પાદન પણ થાય છે. તેમનું વાર્ષિક ટર્નઓવર બે કરોડ રૂપિયાથી વધુ છે.  

ઓટોમોબાઇલ એન્જિનિયરિંગથી કરિયર શરૂ કરનાર પ્રમોદ ગૌતમ આજે ખેતીમાં વર્ષે એક કરોડથી વધુની કમાણી કરી રહ્યાં છે. તે ખેતી શરૂ કરતા પહેલા એક કંપનીમાં નોકરી કરતા હતા. વર્ષ 2006માં નોકરી છોડી 26 એકર જમીનથી ખેતીની શરૂઆત કરી હતી. શરૂઆતમાં તેમણે મગફળી અને હળદરની ખેતી કરી પરંતુ તેમાં નુકસાન ગયુ. ત્યારબાદ તેમણે સંતરા, દ્વાક્ષ, કેળા અને જમરૂખ વગેરેની ખેડી શરૂ કરી અને આ બિઝનેસથી સારી કમાણી થઈ રહી છે.

છત્તીસગઢના રહેવાસી સચિન કાલે ખેતીની બાબતમાં દેશમાં ચોથા સ્થાને છે. સચિને પણ પોતાની કારકિર્દીની શરૂઆત નોકરીથી કરી હતી. 2014માં નોકરીમાંથી રાજીનામું આપ્યા બાદ તેણે પોતાની કંપની ઈનોવેટિવ એગ્રીલાઈફ સોલ્યુશન પ્રાઈવેટ લિમિટેડ કંપની બનાવી. આ કંપની ખેડૂતો પાસેથી જમીન લઈને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરે છે. આજે તેમનું ટર્નઓવર 2.5 કરોડ રૂપિયા વાર્ષિક છે.  

રાજસ્થાનના રહેવાસી હરીશ ધનદેવ એક સમયે એન્જિનિયર હતા. તેમણે પોતાની નોકરી છોડી ખેતી શરૂ કરી. એલોવેરાની ખેતીથી શરૂઆત કરતા તેમણે તે છોડને પ્રોસેસ્ડ કરવાનું પણ શરૂ કર્યું. આજે તેમની પાસે આશરે 100 એકર જમીનમાં એલોવેરાની ખેતી છે. હરીશ ધનદેવનો વાર્ષિક કારોબાર આશરે અઢી કરોડ રૂપિયાનો છે.

બિહારના બસ્તર જિલ્લાના ડો. રાજારામ ત્રિપાઠી સફેદ મુસલી અને કાળા મરીના સૌથી મોટા ઉત્પાદક છે. તે 400 પરિવારો સાથે 1000 એકર જમીન પર સામૂહિક ખેતી કરે છે. તેમની ખેતીનું સામ્રાજ્ય એટલું મોટું છે કે તેની દેખરેખ માટે હેલિકોપ્ટરનો ઓર્ડર કરવામાં આવ્યો છે. રાજારામ ત્રિપાઠીને અત્યાર સુધી દેશના અનેક કિસાન પુરસ્કાર મળી ચૂક્યા છે. તે 25 કરોડનું વાર્ષિક ટર્નઓવરવાળા માતા દંતેશ્વરી હર્બલ ગ્રુપના સીઈઓ છે. તેમનું ગ્રુપ યુરોપ અને અમેરિકાના દેશોમાં કાળા મરચાની નિકાસ કરે છે.

મુકેશ અંબાણીનું જામનગરમાં 600 એકર જમીનમાં ફેલાયેલો કેરીનો બગીચો છે. આ બગીચાનું નામ ધીરૂભાઈ અંબાણીના નામ પર છે. બગીચામાં 200થી વધુ વેરાઇટીના આશરે 1.3 લાખ આંબાના ઝાડ છે. બાગમાં દર વર્ષે આશરે 600 ટન કેરીનું ઉત્પાદન કરનારી રિલાયન્સ દેશની જ નહીં પરંતુ એશિયાની સૌથી મોટી મેંગો એક્સપોર્ટ કંપની છે.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link