ઋષિ કપૂરના નિધનને ભૂલી ન શકનાર દીકરી રિદ્ધીમાએ ભાવુક શબ્દો લખીને પિતાને યાદ કર્યાં

Sat, 16 May 2020-9:12 pm,

ઋષિ કપૂરનું ગત 30 એપ્રિલના રોજ નિધન થયું હતું. તેઓ 67 વર્ષના હતા, અને લ્યુકેમિયાથી પીડિત હતા. છેલ્લા બે વર્ષથી વિદેશમાં તેમની સારવાર ચાલી રહી હતી.  

હવે રિદ્ધીમાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ઋષિ કપૂર અને નીતુ કપૂરની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરો શેર કરી છે. જેમાં પહેલી તસવીરમાં તેઓએ કેપ્શન આપ્યું છે, ‘લવ.....’

એક અન્ય તસવીરમાં નીતુ સિંહના એક્ટિંગવાળા સમયનો લૂક નજર આવી રહ્યો છે. 

ત્રીજી તસવીરમાં ઋષિ કપૂર અને નીતુ કપૂરની સાથે રણવીર અને આલિયા પણ નજર આવી રહ્યાં છે. 

આ તસવીરમાં ઋષિ કપૂર પત્ની નીતુ કપૂરના હાથમાં હાથ નાંખીને વાત કરી રહ્યાં છે. રિદ્ધીમાએ આ ફોટો સાથે કેપ્શન આપી છે, ‘ક્લાસિક...’

આ તસવીર એક સ્ક્રેબલ બોર્ડની છે. જેમાં તેણે કેપ્શન લખી છે કે, મારા પિતાને પોતાના સ્ક્રેબલથી પ્રેમ હતું. તેઓએ તેને ન્યૂયોર્કમાંથી ખરીદ્યું હતું. (તમામ ફોટો સાભાર - RiddhimaKapoorSahni ની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાંથી) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link