સોનું ખરીદવાની સોનેરી તક! 8000 રૂપિયા સુધી સસ્તુ થયું સોનું
બુલિયન વેબસાઇટ ibja.comના અનુસાર આજે દિલ્હીમાં 10 ગ્રામ 22 કેરેટ ગોલ્ડનો રેટ 44,705 રૂપિયા છે, જોકે ગઇકાલે 44824 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો, એટલે કે આજનો ભાવ 119 રૂપિયા ઓછો છે. આ પ્રકારે 24 કેરેટ ગોલ્ડનો ભાવ પણ 130 રૂપિયા ઓછો છે.
દિલ્હી ઉપરાંત બાકી મેટ્રો શહેરોમાં પણ સોનાના ભાવ ઘટ્યા છે. બેંગલુરૂમાં સોનાનો ભાવ 46200 રૂપિયા, ચેન્નઇમાં 46400 રૂપિયા, કલકત્તામાં 50070 રૂપિયા અને મુંબઇમાં 49,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
સોની બજારમાં ચાંદીની કિંમતમાં આજે તેજી છે, બુલિયન વેબસાઇટ ibja.comના અનુસાર દિલ્હીમાં આજે 1 કિલો ચાંદીનો ભાવ 60,050 રૂપિયા છે, જ્યારે ગઇકાલે 59,500 રૂપિયા હતો. એટલે કે ચાંદી 550 રૂપિયા મોંઘી છે.
કોરોના વાયરસ વેક્સીનના સમાચારથી સોનાની કિંમતમાં સતત દબાણ જોવા મળ્યું છે પરંતુ એક્સપર્ટનું માનીએ તો લાંબા ગાળા માટે સોના-ચાંદીમાં તેજીનું અનુમાન છે. વેક્સીન પર શરૂઆતી સફળતાથી સોનામાં ટ્રેન્ડ ઘટી રહ્યો છે ગ્લોબલ ઇક્વિટી માર્કેટમાં રોકાણ વધ્યું છે. અમેરિકામાં રાજકીય અનિશ્વિતતા ખતમ થઇ ચૂકી છે. ગ્લોબલ ગ્રોથમાં રિકવરીની આશા વધવાથી સોનાની કિંમત પર દબાણ પર વધ્યું છે. ટ્રેડ વોર જેવી ચિંતાઓ પણ ઓછી થવા લાગી છે.
6 મહિના દરમિયાન નવેમ્બરમાં ગોલ્ડની કિંઅમ્ત નવેમ્બરમાં સૌથી વધુ ઘટી છે. જૂનમાં લગભગ 5 ટકા રિટર્ન આપ્યું હતું. આગામી મહિને જુલાઇમાં ગોલ્ડનો ભાવ 9 ટકા વધ્યો. પરંતુ ત્યારબાદ સોનાની કિંમતમાં સતત નરમાઇ જોવા મળી. ઓગસ્ટમાં 3 ટકા સુધી તૂટ્યું જ્યારે નવેમ્બરમાં 4 ટકા સુધી સસ્તું થયું છે.