હિરોઈનથી ઓછા નથી રીવાબા ! નહીં જોઈ હોય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્નીની આવી જોરદાર તસવીરો
રીવાબા જાડેજા મૂળ ગુજરાતના રાજકોટ જિલ્લાના નિવાસી છે. તેમના પિતા ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરનાર રીવાબા ઘણા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. હાલ તેઓ ગુજરાત ભાજપના ધારાસભ્ય પણ છે.
હમણાં એક જાહેર કાર્યક્રમ વખતે ભાજપના જ જામનગરના સાંસદ પૂનમ માડમ અને જામનગરના મેયર સાથે ધારાસભ્ય રીવાબા જાડેજાની મગજમારી થઈ હતી. જેમાં જાહેરમાં જ રીવાબાએ પૂનમ માડમ અને મેયરની સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.
જામનગર ઉત્તરની બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે રીવાબા. ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની છે રીવાબા જાડેજા.
કરોડપતિ બિઝનેસમેનની દિકરી છે રિવાબા જાડેજા, આલીશાન લાઈફસ્ટાઈલથી રહેવા માટે પહેલાંથી ટેવાયેલાં છે રીવાબા જાડેજા. લગ્નમાં જાડેજાને ગિફ્ટ મળી હતી ચાર બંગડીવાળી ગાડી.
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની થોડા સમય પહેલાં લોકલ પોલીસ સાથેના ઘર્ષણ લઈને ચર્ચામાં આવ્યાં હતાં. છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે જાડેજાની પત્ની રીવા સોલંકી (Riva Solanki) ગુજરાતના જામનગરમાં તેની BMWમાં જઈ રહી હતી, ત્યારે એક પોલીસ કર્મચારીની બાઇકે તેને ટક્કર મારી હતી. આ ઘટના બાદ પોલીસકર્મી અને રીવા વચ્ચે ઝઘડો થયો હતો. મામલો એટલો વધી ગયો કે પોલીસવાળાએ રીવાબા પર હાથ પણ ઉપાડ્યો હતો. આ પછી જાડેજાએ ફરિયાદ કરી હતી, જે બાદ ઝપાઝપી કરનાર સંજય આહિરની ધરપકડ કરવામાં આવી હતી.
રીવા અને જાડેજાના લગ્ન 17 એપ્રિલ, 2016ના રોજ થયા હતા. બંનેના ભવ્ય લગ્નનો સમારોહ 3 દિવસ સુધી ચાલ્યા હતા. રવીન્દ્ર જાડેજા સાથે લગ્ન બાદ સતત ચર્ચામાં રહયા છે રીવાબા. તેઓ જામનગરના ધારાસભ્ય છે અને ભાજપમાં તેમનો દબદબો વધી રહ્યો છે.
રવીન્દ્ર જાડેજાના બહેન નાયના બા જે કોંગ્રેસના લીડર છે. નણંદ નયના બા સાથે પણ રીવાબાનો થઈ ચુક્યો છે વિખવાદ. પરિવારિક વિખવાદ લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે. માતા-પિતાની એકમાત્ર પુત્રી છે રીવાબા. રીવા તેના માતા-પિતાની એકમાત્ર પુત્રી છે. તેણી તેના માતા-પિતાની ખૂબ જ લાડલી છે. રિવાના માતા-પિતાએ લગ્ન પહેલાં જ જમાઈ રવિન્દ્ર જાડેજાને Audi Q7 ભેટમાં આપી હતી. જાડેજાની આ કાર લાંબા સમયથી ચર્ચામાં રહી હતી.
કરોડપતિ બિઝનેસમેન છે રીવાબાના પિતા. રીવા સોલંકી કરોડપતિ ઉદ્યોગપતિ હરદેવસિંહ સોલંકીની પુત્રી છે, જેઓ રાજકોટના કોન્ટ્રાક્ટર છે. તેમની પાસે બે ખાનગી શાળાઓ અને એક હોટલ પણ છે. રીવાના કાકા હરિસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના મોટા નેતા છે. રીવાના માતા પ્રફુલ્લબા રાજકોટ રેલ્વેમાં નોકરી કરતા હતા.
રીવાબા સોલંકી, રવિન્દ્ર જાડેજાની બહેન નૈનાબાની ખૂબ સારી મિત્ર હતી. તેથી નૈનાએ જ જાડેજા અને રીવાની પાર્ટી દરમિયાન મુલાકાત કરાવી હતી. જે બાદ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા. 17 એપ્રિલ, 2016ના રોજ રવિન્દ્ર જાડેજા અને રીવા સોલંકી પવિત્ર લગ્નબંધનમાં બંધાઇ ગયા હતા.
રીવાબા જાડેજાના અભ્યાસ વિશે વાત કરીએ તો તેમણે મિકેનિકલ એન્જીનીયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે અને તે યુપીએસસીની પણ તૈયારી કરી રહી છે. રીવા અને રવિન્દ્ર જાડેજા એક નાની બાળકીના પેરેન્ટ્સ છે.
કરણી સેનામાં પણ સક્રિય રહી ચૂક્યા છે રીવાબાઃ રીવાબા જાડેજા રાજપૂત સમાજના સંગઠન કરણી સેનાના નેતા પણ રહી ચૂક્યા છે. તેઓ ક્ષત્રિય સમાજના આગેવાન પણ છે.
રીવાબા જાડેજા કોંગ્રેસના દિગ્ગજ નેતા હરિસિંહ સોલંકીના સંબંધી પણ છે. રીવાબા તેમનો મોટાભાગનો સમય રાજકોટ અને જામનગરમાં વિતાવે છે. જાડેજા પરિવાર રાજકોટમાં ‘જદ્દુસ ફૂડ ફિલ્ડ’ નામની રેસ્ટોરન્ટ ધરાવે છે.
રવિન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા અને બહેન નયના પણ રાજકારણમાં છે. નયના જામનગરમાં મહિલા કોંગ્રેસ પ્રમુખની જવાબદારી સંભાળી રહી છે. તમને જણાવી દઈએ કે રવિન્દ્ર જાડેજા જ્યારે માત્ર 17 વર્ષના હતા ત્યારે તેમની માતાનું નિધન થયું હતું. આ પછી બહેન નયનાએ તેની જવાબદારી સંભાળી અને તેને ક્રિકેટ રમવા માટે પ્રેરિત કર્યો હતો.