ચકાચક થઇ જશે ગુજરાતના ગામડાઓના રસ્તા! `દાદા` એ મંજૂર કર્યા 668,00,00,000 કરોડ

Sun, 22 Sep 2024-7:02 pm,

રાજ્યના ગામડાઓમાંથી પસાર થતા રસ્તાઓમાં આવેલા ગામતળની લંબાઈના માર્ગોમાં પાણી ભરાઈ જવાથી તથા વધુ ટ્રાફિક ભારણ થવાથી ડામર રસ્તાની સપાટી વારંવાર ખરાબ થઈ જતી હતી.

​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમસ્યાના કાયમી અને લાંબા ગાળાના નિવારણ તરીકે સુવિધા પથ અંતર્ગત ગામતળની લંબાઈમાં ૫.૫૦ મીટર કે ઉપલબ્ધ પહોળાઈમાં કોન્ક્રીટ રોડ બનાવવા માટે કુલ ૬૬૮.૩૦ કરોડ રૂપિયાની ફાળવણીની મંજુરી આપી છે. 

એટલું જ નહી, જ્યાં કોન્ક્રીટ રોડ બનાવવો શક્ય નહી હોય ત્યાં પેવર બ્લોકની કામગીરી કરવામાં આવશે. રાજ્યમાં કુલ ૧૦૨૦.૧૫ કિ.મી.ની  લંબાઈના ૭૮૭ માર્ગો સુવિધાપથ અન્વયે કોન્ક્રીટ રોડ બનશે.  

​મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકાર લોકોનું ઈઝ ઓફ લીવિંગ વધારવા સાથે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી સુવિધા સભર રોડ નેટવર્ક આપવા પ્રતિબધ્ધ છે. ​

આ સંદર્ભમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ગામડાઓને સુવિધાપથની સગવડ આપવા કરેલી આ ૬૬૮ કરોડ રૂપિયાની ફાળવણીને પરિણામે ગ્રામ્ય વસ્તીને સારી સપાટી વાળા અને વધુ ટકાઉ તથા વરસાદી સિઝનમાં પણ કોઈ અડચણ ન પડે તેવા બારમાસી કોન્ક્રીટ રોડ મળશે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link