ગાયના છાણથી ઉડશે રોકેટ, સમગ્ર દુનિયાને આ દેશે દેખાડ્યો સાયન્સનો દમ

Tue, 19 Dec 2023-9:15 pm,

જાપાની સ્પેસ સ્ટાર્ટઅપ ઈન્ટરસ્ટેલર ટેક્નોલોજીએ ઝીરો રોકેટ માટે હોકાઈડો સ્પેસપોર્ટમાં પોતાનું કોસ્મોસ એન્જિન સફળતાપૂર્વક લોન્ચ કરીને સમગ્ર દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધું છે.  

ખાસ વાત એ છે કે આ રોકેટમાં ગાયના છાણમાંથી બનેલા મિથેન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તે અસરકારક સાબિત થયો હતો. જાપાન આ સિદ્ધિ મેળવનાર પ્રથમ દેશ બની ગયો છે.  

આ રોકેટના પરીક્ષણમાં એન્જિનને 10 સેકન્ડ સુધી પાવરફુલ એનર્જી આપવામાં આવી હતી અને તેમાં એક શક્તિશાળી બ્લુ ફ્લેમ પણ સ્પષ્ટપણે જોવા મળી હતી.  

આ સિદ્ધિ યુરોપિયન સ્પેસ એજન્સીના છાણ-ઇંધણવાળા રોકેટ એન્જિનના વિકાસને અનુસરે છે, પરંતુ ઇન્ટરસ્ટેલર ટેક્નોલોજીસ આવું કરનારી પ્રથમ ખાનગી કંપની છે.  

રોકેટ માટે તૈયાર કરાયેલ બાયોમિથેન ઇંધણ લોકલ ડેરી ફાર્મમાંથી ગાયના છાણનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.  

બાયોમિથેન ઇંધણ ઇકો ફ્રેન્ડલી તેમજ સસ્તું પણ છે. એમાં કાર્બન ઉત્સર્જન પણ નહીં થાય.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link