Rolls-Royce: ફાસ્ટેસ્ટ ઈલેક્ટ્રીક કાર, બાઈક બાદ આવ્યું ફાસ્ટેસ્ટ ઈલેક્ટ્રીક પ્લેન, તોડ્યા 2 રેકોર્ડ, જાણો સમગ્ર વિગત
બંને રેકોર્ડની સત્તાવાર રીતે ફેડરેશન એરોનોટિક ઈન્ટરનેશનલ (FAI) વર્લ્ડ એર સ્પોર્ટ્સ ફેડરેશન દ્વારા ચકાસણી કરવામાં આવી છે. જે વિશ્વના એરોનોટિકલ અને એસ્ટ્રોનોટિકલ રેકોર્ડને નિયંત્રિત અને પ્રમાણિત કરે છે. રેકોર્ડબ્રેક પ્રદર્શન દરમિયાન આ વિમાનની મહત્તમ ઝડપ 623 kmph હતી. આ ઝડપને કારણે તે વિશ્વનું સૌથી ઝડપી ઉડતું ઈ-એરક્રાફ્ટ બનવામાં સફળ રહ્યું છે.
રોલ્સ-રોયસ એરક્રાફ્ટે બોસકોમ્બે ડાઉન ખાતે યુકે સંરક્ષણ મંત્રાલયની એરક્રાફ્ટ ટેસ્ટિંગ સાઇટ પર 15 કિમી માટે 532.1 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી હતી. એટલું જ નહીં, આ વિમાને સૌથી ઓછા સમયમાં 3000 મીટરની ઊંચાઈ સુધી પહોંચવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.
રોલ્સ-રોયસના સ્પિરિટ ઓફ ઈનોવેશન નામના ઈલેક્ટ્રિક એરક્રાફ્ટ 400 kWની ઈલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત છે. આ મોટર 500 hpનો પાવર જનરેટ કરે છે. આ વિક્રમી ઉડાન દરમિયાન એરક્રાફ્ટમાં ટેસ્ટ પાઈલટ ઉપરાંત કંપનીના ડાયરેક્ટર ઓફ ફ્લાઈટ ઓપરેશન્સ ફિલ ઓ'ડેલ પણ હાજર હતા.
આ રેકોર્ડ માટે, રોલ્સ-રોયસે ઉડ્ડયન ઊર્જા સંગ્રહ નિષ્ણાત YASA સાથે ભાગીદારીમાં કામ કર્યું હતું. Rolls-Royce કહે છે કે આ પ્રોગ્રામ માટે વિકસિત અદ્યતન બેટરી અને પ્રોપલ્શન ટેક્નોલોજીનો ઉપયોગ એડવાન્સ એર મોબિલિટી માર્કેટ માટે પણ થઈ શકે છે.
સ્પિરિટ ઓફ ઈનોવેશન એરક્રાફ્ટે ACCEL અથવા એક્સિલરેટિંગ ધ ઈલેક્ટ્રીફિકેશન ઓફ ફ્લાઈટ પ્રોજેક્ટ રોલ્સ-રોયસનો એક ભાગ હતો. ડિપાર્ટમેન્ટ ફોર બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી અને ઈનોવેટ યુકેની ભાગીદારીમાં એરોસ્પેસ ટેક્નોલોજી ઈન્સ્ટિટ્યૂટ (એટીઆઇ) દ્વારા પ્રોજેક્ટને અડધા ભાગમાં ભંડોળ પૂરું પાડવામાં આવે છે.