World Most Expensive Car: આ છે દુનિયાની સૌથી મોંઘી કાર, 200 કરોડ છે કિંમત જાણો કારના ખાસ ફિચર્સ
આ કારમાં કલિનન, ફૈંટમ અને બ્લેક બેઝ જેવી કારમાં વપરાતા એન્જિન લગાવવામાં આવ્યું છે. આ V12 6.75 બાઈટર્બો એન્જિન 563 HP પાવર આપવા માટે સક્ષમ છે. ઉલ્લેખનિય છે કે, ઘણા ભારતીય સેલેબ્રિટીઝે રોલ્સ રૉયસ કાર રાખે છે. ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડાએ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને રોલ્સ રૉયસની ફૈંટમ કાર ગીફ્ટ કરી હતી. જ્યારે, ઋતિક રોશન, પ્રિયંકા ચોપડા, શાહરુખ ખાન, અજય દેવગણ, અક્ષય કુમાર, સંજય દત્ત અને બાદશાહ જેવા સેલેબ્સ પણ રોલ્સ રૉયસ કારનો ઉપયોગ કરે છે.
(બધા ફોટો- રોબ રિપોર્ટ)
સાથે જ આ કારમાં એક 15 સ્પીકરનું સરાઉન્ડ સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે. આ સિસ્ટમને એવી રીતે તૈયાર કરવામાં આવી છે જેનાથી કારનું પ્લેટફોર્મ એક સાઉન્ડ બૉક્સની રીતે ઉપયોગ કરી શકાય છે. આ કાર માટે ઘડિયાળ બનાવતી સ્વિસ કંપની બોવી 1822એ એક ખાસ ઘડિયાળ તૈયાર કરી છે.
આ કારનો પાછળનો ભાગ અક લગ્ઝરી સ્પીડબોટથી મળે છે. રોલ્સ રૉયસના CEO ટૉર્સટન મુલકનું કહેવું છે આ કારને એક હૉલિડે કાર તરીકે તૈયાર કરવામાં આવી છે. આ કારમાં પીક્નિક માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે અને આ કારથી સારું પેકેજ કોઈ કારમાં નહીં મળે.
સ્વેપ ટેલ કારની 2017માં 130 કરોડ રૂપિયામાં વેંચવામાં આવી હતી. આ કારનું માત્ર એક મોડલ લોન્ચ કરાયું હતું. એક પૈસાદાર યૂરોપિયન વ્યક્તિના કહેવા પર આ કાર બનાવવામાં આવી હતી. એક અહેવાલ મુજબ બોટ ટેલના 3 મોડલ લોન્ચ કરવામાં આવશે.
બોટ ટેલ 4 સીટર કાર છે અને 19 ફૂટ લાંબી છે. આ પહેલી રોલ્સ રૉયસ કાર છે જે કોચબિલ્ડ પ્રોગ્રામ અંતર્ગત બનાવવામાં આવી છે. આ કાર સ્વેપ ટેલ કારથી પ્રેરાઈને બનાવવામાં આવી છે. બોટ ટેલ પહેલા સ્વેપ ટેલ કાર રોલ્સ રૉયસની સૌથી મોંઘી કાર હતી.
લગ્ઝરી કાર બનાવતી કંપની રોલ્સ રૉયસે દુનિયા સૌથી મોંધી કાર લોન્ચ કરી દીધી છે. આ કારનું નામ બોટ ટેલ છે અને તેની કિંમત 20 મિલિયન પાઉન્ડ છે એટલે લગભગ 200 કરોડ રૂપિયા. ચાર વર્ષની મહેનત બાદ રોલ્સ રૉયસે આ કંપની તૈયાર કરી છે.