Couple Poses Ideas: કપલ ફોટો ક્લીક કરાવવા ટ્રાય કરો સિદ્ધાર્થ-કિયારાના આ પોઝ, ફોટોમાં લાગશો એકદમ જક્કાસ
આ પોઝમાં એક પાર્ટનરે કેમેરા સામે જોવાનું હોય છે અને બીજાએ પાર્ટનરની સામે. આ પોઝ તમારી વચ્ચેના મસ્તીભર્યા પ્રેમને દર્શાવે છે.
જો તમે ખૂબ જ સુંદર ફોટા ક્લિક કરાવવા માંગતા હોય તો કિયારા અને સિદ્ધાર્થનો આ કપલ પોઝ ટ્રાય કરી શકો છો. જો તમે ઇચ્છો તો ફોટો લેતી વખતે તમે એકબીજાની સામે જોઈ શકો છો.
કોઈપણ કપલ માટે આ સૌથી ક્યૂટ પોઝ છે. આ પોઝમાં કોઈ પણ કપલ ફોટો ક્લિક કરાવે તો તે સરસ જ લાગે છે.
રેન્ડમ ફોટા ખૂબ જ સારા આવતા હોય છે. તમે પણ કિયારા અને સિદ્ધાર્થની જેમ એક-બીજાને પકડીને ફોટો લઈ શકો છો.
કોઈ ખાસ ફંકશન હોય તો આ પોઝ ટ્રાય કરી શકાય છે. કિયારા અને સિદ્ધાર્થની જેમ એકબીજાને ગળે લગાવીને ફુલ હગ ફોટો ક્લિક કરાવી શકાય છે.