ઓગસ્ટમાં ગર્લફ્રેન્ડ કે પત્ની સાથે ફરી આવો આ રોમેન્ટિક સ્થળોએ, એકથી એક છે ચઢિયાતા
)
તમિલનાડુની આ એક ખૂબ જ સુંદર જગ્યા છે. પ્રવાસીઓને આ સ્થળ ખૂબ જ ગમે છે. લીલાછમ ખેતરો, ખીણો અને તળાવની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે.
)
તમે લોનાવાલા ફરવા જઈ શકો છો. વરસાદની મોસમમાં આ જગ્યા વધુ સુંદર બની જાય છે. તમે તમારા મિત્રો સાથે અહીં ઘણો આનંદ માણી શકશો. વાદળોથી ઘેરાયેલી ટેકરીઓનો નજારો જોવા જેવો છે.
)
કેરળ સ્થિત વાયનાડ જઈ શકાય છે. અહીં તમે ટ્રેકિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો. અહીંનું શાંત વાતાવરણ તમને હળવાશનો અનુભવ કરાવશે. પાર્ટનર સાથે ફરવા માટે આ જગ્યા ઘણી સારી છે.
હિમાચલ પ્રદેશમાં સ્થિત ડેલહાઉસીની મુલાકાત લઈ શકાય છે. પ્રવાસીઓને ઘાસ અને ફૂલોના મેદાનમાં ફરવું ગમે છે. આ શહેરની સુંદરતા તમારા મનને મોહી લેશે. ડેલહાઉસીને મિની સ્વિસ તરીકે પણ ઓળખવામાં આવે છે.