પ્રેમિકાને વશમાં કરવા માટે પ્રેમીએ તાંત્રિક સાથે મળીને બનાવ્યો પ્લાન, નિષ્ફળ મળી તો...

Wed, 20 Jan 2021-3:54 pm,

એસએસપી સેંથિલ અબુદઇ કૃષ્ણરાજ એસએ જણાવ્યું કે 16 જાન્યુઆરીની રાત્રે લગભગ સવા બે વાગે બાઇક સવારોએ નમાજ પઢીને પરત ફરી રહેલા ઇરફાનને ગોળી મારીને હત્યા કરી દીધી. તપાસમાં જાણવા મળ્યું છે કે ઇરફાન તાંત્રિકનું કામ કરતો હતો અને થોડા દિવસ પહેલાં તંત્ર-મંત્રને લઇને રાહુલ તથા વિશાલ સાથે ચર્ચા થઇ હતી. ત્યારબાદ બંનેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી. 

પૂછપરછમાં રાહુલ અને વિશાલે જણાવ્યું કે તેમણે ઇરફાનને પૈસા આપીને છોકરીને વશમાં કરવા માટે એક ટોટકો કરાવ્યો હતો, પરંતુ તેનું કામ થયું નહી. આ સાથે જ તેમણે કહ્યું કે ઇરફાને તેમને બરબાદ કરવા માટે ઉલટો ટોટકો કરી દીધો, ત્યારબાદ તેના પરિવારને નુકસાન થવા લાગ્યું, ત્યારબાદ બંનેએ ઇરફાનને ટોટકાને દૂર કરવા માટે કહ્યું, પરંતુ ઇરફાન માન્યો નહી અને તેમને ગાળો આપી. 

પોલીસ પૂછપરછમાં વિશાલે જણાવ્યું કે તેને એક છોકરીને વશમાં કરવા માટે ટોટકો કરાવ્યો હતો, પરંતુ તેની ઉંધી અસર થઇ અને તે તેનાથી નફરત કરવા લાગી. પોલીસે જણાવ્યું કે આ દરમિયાન 25 ડિસેમ્બરના રોજ રાહુલના પિતાનું મોત થઇ ગયું. તેના માટે તેણે ઇરફાનને જવાબદાર ગણાવ્યો. ત્યારબાદ ઇરફાન સાથે બદલો લેવા માટે બંનેએ પોતાના મિત્ર ગૌરવ અને આકાશ સાથે મળીને પ્લાન બનાવ્યો, પછી ઇરફાનની હત્યા કરી દીધી. 

પોલીસે રાહુલ અને વિશાલના નિવેદન બાદ હત્યામાં સામેલ 2 મોટરસાઇકલ ઉપરાંત એક 315 બોરના તમંચા અને 2 જીવતા કારતૂસ મળી આવ્યા છે. આ ઉપરાંત પોલીસે ગૌરવ અને આકાશને પણ ધરપકડ કરી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link