શ્રાવણમાં અહીં મહાદેવને રોજ ચઢાવાય છે 11 હજાર રોટલીઓ... ગુજરાતનું અનોખું શિવ મંદિર
સોમવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. જેને લઈ ગુજરાતભરના શિવાલયો હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠ્યા છૅ. ભક્તો શિવલિંગ પર દૂધ, જળ, બિલિ પત્ર, પંચામૃત સહિતનો અભિષેક કરી મહાદેવની ભક્તિમાં લીન બન્યા છે. મહાદેવના શિવલિંગ પર રોટલીઓનો અભિષેક એવું કદાચ નહિ સાંભળ્યું. પરંતુ પાટણના રોટલીયેશ્વર મહાદેવ પર ભક્તો રોટલીઓ ચઢાવી અભિષેક કરે છૅ. જેના થકી ભક્તો ભક્તિ સાથે શિવલિંગ પર ચઢાવેલ રોટલીઓ મુંગા પ્રાણીઓને ખવડાવી પુણ્યનું કામ પણ કરી રહ્યા છૅ.
પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારમાં રોટલીયા હનુમાન આવેલા છૅ. જે નામ સાંભળી તમને અજુગતું લાગશે અહીંયા હનુમાનજીને પણ પ્રસાદ રૂપે ભક્તો રોટલીઓ જ ચઢાવે છૅ. ત્યારે આ જ પરિસરમાં રોટલીયેશ્વર મહાદેવનું મંદિર પણ નિર્માણ કરવામાં આવ્યું. મહાદેવનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છૅ.
અહીં પવિત્ર શ્રવણ માસમાં રોટલિયા મહાદેવને ભક્તો બીલી પત્ર, દૂધ, પાણી પંચામૃતથી અભિષેક તો કરે જ છે, પણ સાથે રોટલીઓનો અભિષેક પણ કરવામાં આવે છૅ. આ શિવલિંગ પર રોજની 50, 100 કે 500 રોટલી નહિ પણ રોજની 11 હજાર જેટલી રોટલીઓનો અભિષેક કરવામાં આવે છૅ.
આખા શ્રવણ મહિના દરમ્યાન 1 લાખ 11 હજાર રોટલીઓનો અભિષેક કરવામાં આવશે. આ અભિષેક થકી મુંગા પશુઓની ભૂખ સંતોષવાના હેતુથી આ અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક રોટલી શિવાર્પણ ભાવ સાથે આ પ્રયાસ શરુ કરવામાં આવ્યો છે. આ જીવદયાના ભાવ માં સૌ કોઈ ભક્તો જોડાયા છૅ.
ભકતો પણ મહાદેવની પૂજા અર્ચના સાથે પુણ્ય પ્રાપ્ત થાય તે હેતુથી રોટલીયેશ્વર મહાદેવના શિવલિંગ પર પ્રસાદ રૂપે રોટલીઓ ચઢાવીને અભિષેક કરીને ધન્યતા અનુભવે છે.
પાટણ શહેર માં આવેલ રોટલીયે શ્વર મહાદેવ કદાચ ગુજરાત માં આ પ્રથમ શિવાલય હશે જ્યાં શિવલિંગ પર દૂધ, જળ, પંચાંમૃત સાથે રોટલીઓ નો અભિષેક કરી જીવદયા પણ કરવામાં આવે છૅ આ પ્રકાર ની અનોખી પ્રથા ને લઇ ભક્તોએ પણ સહજ રીતે આ પ્રથા ને આવકારી છૅ અને ભક્તિ સાથે જીવદયા ના સમન્વય ને અપનાવી રહ્યા છૅ.