આ બાઇકમાં મળશે Bluetooth Connectivity, કિંમત છે આટલી

Sat, 07 Nov 2020-9:35 am,

Royal Enfield એ Meteor 350 ને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ Thunderbird 350 ને રિપ્લેસ કરશે. તેને 3 વેરિએન્ટ Fireball, Stellar અને Supernovaમાં લોન્ચ કરવામાં આવશે. આ  J પ્લેટફોર્મ બેસ્ડ છે. તેમાં 350 cc ફ્યૂલ ઇંજેક્ટેડ  BS VI Petrol Engine લાગેલું છે. ગ્રાહકોને આ બાઇકને કસ્ટમાઇઝ કરવાની પણ સુવિધા મળશે. 

રોયલ એનફીલ્ડએ ઓક્ટોબરમાં Meteor 350 ની લોન્ચિંગ ડેટની જાહેરાત કરી દીધી હતી. થંડરબર્ડ સીરીઝના રિપ્લેસમેન્ટ તરીકે લગાવવામાં આવેલી Meteor 350 Fireball એન્ટ્રી લેવલ વેરિન્ટ છે, જ્યારે Supernova ટોપ-એંડ વેરિએન્ટ છે. Meteor 350 માં નવું એર-કૂલ્ડ એન્જીન છે. આ મોટરસાઇકલ ફાયરબોલ યલો, ફાયરબોલ રેડ, સ્ટેલર રેડ મેટેલિક, સ્ટેલર બ્લેક મેટ, સ્ટેલર બ્લૂ મેટેલિક, સુપરનોવા બ્રાઉન ડ્યૂલ ટોન અને સુપરનોવા બ્લૂ ડ્યૂલ ટોન આ 7 કલરમાં છે.

આ બાઇકમાં વધુ ખાસ વાત એ છે કે તેમાં Ceat ના ટાયર લાગેલા છે. તેના માટે બંને કંપનીઓ વચ્ચે કરાર થયો છે. Meteor 350 bike માં Ceat ના Zoom plus રેંજના ટ્યૂબલેસ ટાયર હશે. જાણકારોના અનુસાર તેની શરૂઆતી કિંમત 1.75 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. નવા એન્જીન અને ફાઇવ સ્પીડ ગિયરબોક્સ ઉપરાંત મેટેઓરમાં સેવન પ્લેટ ક્લચ છે અને તેનો પાંચમો ગિયર ખાસકરીને આરામદાયક ક્રૂઝિંજ માટે આપવામાં આવ્યો છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link