1 ડિસેમ્બરથી બદલાઇ જશે Banking સાથે જોડાયેલો નિયમ, બધા જાણી લો
નવા નિયમમાં હવે 24 કલાક RTGS સુવિધાનો ફાયદો મળશે. આરબીઆઇ વ્યવસ્થાને 1 ડિસેમ્બરથી લાગૂ કરશે. હાલમાં RTGS સિસ્ટમ મહીનાના બીજા અને ચોથા શનિવારને છોડીએ અઠવાડિયાના બધા કામકાજ દિવસોમાં સવારે 7 કલાકથી સાંજે 6 કલાક સુધી ઉપલબ્ધ હતું. પરંતુ હવે 24x7 આ સુવિધાનો લાભ ઉઠાવી શકાશે. પાછલા વર્ષે NEFTસેવા 24 કલાક મળવાની શરૂ થઈ હતી. પાછલા વર્ષે ડિસેમ્બરમાં નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) સિસ્ટમને 24x7 મોડમાં લાગૂ કરવામાં આવી હતી.
એક બેંકમાંથી બીજી બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરવાના ઘણા બધા વિકલ્પ હાજર છે. તેમાં સૌથી વધુ પોપ્યુલર RTGS, NEFT અને IMPS છે. તમને જણાવી દઇએ કે ગત વર્ષે ડિસેમ્બરમાં જ NEFT ને પણ 24 કલાક માટે શરૂ કરવામાં આવી હતી. આરબીઆઇની ગાઇડલાઇન અનુસાર RTGS સર્વિસ સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી જ મળતી હતી.
RTGS એટલે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ દ્વારા તાત્કાલિક ફંડ ટ્રાંસફર કરી શકાય છે. આ મોટા ટ્રાંજેક્શનમાં કામ આવે છે. RTGS દ્વારા 2 લાખ રૂપિયાથી ઓછી એમાઉન્ટ ટ્રાંસફર થઇ શકતી નથી. તેને ઓનલાઇન અને બેંક બ્રાંચ બંને માધ્યમોનો ઉપયોગ કરી શકાય છે. તેમાં પણ કોઇપણ પ્રકારનું ફંડ ટ્રાંસફર ચાર્જ નથી. પરંતુ બ્રાંચમાં RTGS વડે ફંડ ટ્રાંસફર કરતાં ચાર્જ ચૂકવવો પડશે.
RTGS તમએ બેંક બ્રાંચ જઇને અથવા પછી ઓનલાઇન કરી શકો છો. ઓનલાઇન ફંડ ટ્રાંસફરમાં તમે RTGS વાળો ઓપ્શન સિલેક્ટ કરો અને beneficiary ની બેંક ડિટેલ નાખીને એડ કરો. ત્યારબાદ જેટલી રકમ મોકલવી છે તે ભરો અને સબમિટ કરી દો.
ભારતીય નાણાકીય બજારોના વૈશ્વિક એકીકરણના લક્ષ્યને સમર્થન આપવા માટે ચાલી રહેલા કામોને સમર્થન આપવા, ભારતના આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્રોને વિકસિત કરવાના પ્રયાસો અને ઘરેલૂ કોર્પોરેટર અને સંસ્થાઓ માટે મોટા સ્તર પરચુકવણીની ફ્લેક્સિબિટી ઉપલબ્ધ કરાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવે 5 વર્ષ પછી વીમાધારક પ્રીમિયમની રકમને 50 ટકા સુધી ઘટાડી શકે છે. એટલે તે અડધા હપ્તા સાથે પણ પોલીસી ચાલુ રાખી શકે છે.
LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં દર મહિનાની પહેલી તારીખે અપડેટ થાય છે. કિંમતોમાં વધારો પણ થઇ શકે છે અને રાહત પણ મળી શકે છે. એવામાં 1 નવેમ્બરના રોજ ડિસેમ્બરના રોજ સિલેન્ડરની કિંમતમાં ફેરફાર થઇ શકે છે.