Rules Changing from 1 Feb: 1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ 5 નિયમ, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર

Mon, 29 Jan 2024-3:16 pm,

પેન્શન ફંડ નિયામક અને વિકાસ પ્રાધિકારણ (PFRDA) એ પેન્શન ફંડના આંશિક ઉપાડના નિયમોમાં ફેરફાર કર્યો છે. ડિસેમ્બર 2023માં PFRDA એ NPS થી પૈસા કાઢવાના નિયમમાં ફેરફાર કર્યો છે. એક ફેબ્રુઆરીથી લાગૂ થનારા આ નવા દિશાનિર્દેશોમાં પેન્શન ખાતામાંથી પેન્શન ફંડની આંશિક ઉપાડની શરતમાં ફેરફાર કરાયો છે. નવા દિશા નિર્દેશ મુજબ એનપીએસ ગ્રાહ આંશિક નિકાસ માટે આ કારણોસર પણ અરજી કરી શકે છે. બાળકો માટે હાયર સેકન્ડરી ખર્ચ, કાનૂની રીતે દત્તક લેવાયેલા બાળક પણ યાદીમાં સામેલ, ગ્રાહકોના બાળકો માટે લગ્નનો ખર્ચ અને ગ્રાહકના નામ પર ઘર કે ફ્લેટ ખરીદવા કે બાંધકામ માટે પૈસા કાઢી શકો છો. પોતાના કાનૂની રીતે જીવનસાથી બનેલા સાથી સાથે જોઈન્ટ નામ ઉપર પણ ઘર લેવા માટે પૈસા કાઢી શકો છો. 

એનએચએઆઈએ ફાસ્ટેગના નિયમોમા ફેરફાર કરતા કેવાયસીને જરૂરી કર્યું છે. પૂરતું કેવાયસી નહીં કરાવવામાં આવે તો 1 ફેબ્રુઆરીથી બેંક ફાસ્ટિંગને ડિએક્ટિવેટ તથા બ્લેકલિસ્ટ કરી દેશે. એ જ રીતે જે ગાડીઓના ફાસ્ટેગ પર કેવાયસી પૂરું નહીં હોય તેને નિષ્ક્રિય  કરી દેવાશે. 31 જાન્યુયારી કેવાયસી પૂરી કરવાની છેલ્લી  તારીખ છે. 

1 ફેબ્રુઆરીથી IMPS ના પણ નિયમોમાં ફેરફાર થશે. IMPS એ સેવા છે જેના માધ્યમ ધ્વારા એક બેંક બીજી બેંકને ગણતરીની મિનિટોમાં જ પૈસા મોકલી શકે છે. એક ફેબ્રુઆરીથી કોઈ વ્યક્તિ બેનિફિશિયરીના નામ જોડ્યા વગર પણ 5 લાખ રૂપિયા સુધીનું ફંડ ટ્રાન્સફર કરી શકશે. તેના માટે NPCI એ 31 ઓક્ટોબરના રોજ એક સર્ક્યુલર બહાર પાડ્યો હતો. 

આગામી મહિને તમે સોવરેન ગોલ્ડ બોન્ડમાં પણ રોકાણ કરી શકશો. ભારતીય રિઝર્વ બેંક SGB 2023-24 સિરીઝ લઈને IV લઈને આવી રહી છે. તમે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકશો. 

ભારતીય સ્ટેટ બેંક પોતાના ગ્રાહકો માટે સ્પેશિયલ હોમ લોન કેમ્પેઈન ચલાવે છે. જે હેઠળ ગ્રાહકોને હોમ લોન પર 65 આધાર અંકોની સ્પેશિયલ છૂટ મળી રહી છે. પ્રોસેસિંગ ફી ઉપર પણ વિશેષ છૂટનો લાભ મળી રહ્યો છે. આ કેમ્પેઈન 31 જાન્યુઆરીના રોજ પૂરું થઈ જશે. એટલે કે તેનો અર્થ એ છે કે હોમ લોન લેવા પર એક ફેબ્રુઆરીથી તમારે વધુ વ્યાજ આપવું પડશે. 

એલપીજી ગેસની કિંમતમાં દર મહિનાની પહેલી તારીખે ફેરફાર આવતો હોય છે. એક ફેબ્રુઆરીએ બજેટ પણ રજૂ થશે અને એલપીજી ગેસ સિલિન્ડરની કિંમત પણ નક્કી થશે. 

ગૂગલ અને યાહુ ખાતા પર બલ્ક ઈમેઈલ કે ઉચ્ચ ઈમેઈલ વોલ્યૂમ મોકલવાના પ્રમાણીકરણ નિયમ બદલવામાં આવ્યા છે. નવા પ્રમાણીકરણ નિયમ કોઈ પણ ઈમેઈલ ડોમેન પર લાગૂ થશે જે પ્રતિ દિન 5000 થી વધુ ઈમેઈલ મોકલે છે. નવા નિયમો મુજબ જો તમે થોકબંધ ઈમેઈલ મોકલવાનું ચાલુ રાખવા માંગતા હોવ તો તેમના સર્વરને DMARC મુજબ હોવું જોઈએ. સેન્ડરે સ્પાર્મ દર 0.3 ટકાતી ઓછો જાળવી રાખવાનો રહેશે. રિલેવન્ટ મેઈલ જ મોકલવાના રહેશે. એક ક્લિક અનસબસ્ક્રાઈબ સિસ્ટમને બે દિવસમાં પૂરી કરવાની રહેશે. જો સેન્ડર નવા નિયમોનું પાલન ન કરવા માંગે તો ઈમેઈલ અસ્વીકાર કરી દેવામાં આવશે કે પાછા બાઉન્સ થઈ જશે.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link