Rules Change: 1 ઓક્ટોબરથી લાગૂ થશે આ 5 મોટા ફેરફાર, તમારા ખિસ્સા પર થશે સીધી અસર, ખાસ જાણો

Tue, 26 Sep 2023-2:38 pm,

2000 રૂપિયાની નોટ હવે ચલણમાંથી બહાર થઈ ગઈ છે. તેને તમે 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં જઈને બદલી નાખો. 1 ઓક્ટોબરથી જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ હશે તો તે બદલાશે નહીં. 30 સપ્ટેમ્બર 2023 આ નોટ બદલવા માટે છેલ્લો દિવસ રહેશે. ત્યારબાદ 2000 રૂપિયાની નોટ અમાન્ય ગણાશે. 

એલપીજી ગેસ ઉપરાંત ઓઈલ કંપનીઓ તરફથી સીએનજી-પીએનજીના ભાવમાં પણ ફેરફાર કરવામાં આવે છે. સામાન્ય રીતે દર મહિનાની પહેલી તારીખે એર ફ્યૂલ (ATF) ના ભાવ બદલાય છે. આ વખતે પણ શક્યતા છે કે સીએનજી અને પીએનજીની સાથે સાથે એટીએફના ભાવ પણ બદલાય. 

વિદેશ જવાનું પ્લાન કરતા હોવ તો મોટા સમાચાર છે. એક ઓક્ટોબરથી વિદેશ પ્રવાસ મોંઘો થશે. 1 ઓક્ટોબરથી તમારે 7 લાખ રૂપિયા સુધીના ટુર પેકેજ માટે 5 ટકા TCC આપવાનો રહેશે. આ ઉપરાંત 7 લાખથી વધુના ટુર પેકેજ માટે 20 ટકા ટીસીએસ આપવો પડશે. આવામાં જરૂરી છે કે તમે તમારા પ્રવાસના બજેટને યોગ્ય રીતે પ્લાન કરો. 

30 સપ્ટેમ્બર સુધીમાં તમે તમારા PPF , પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિ યોજનાને આધાર સાથે લિંક કરાવી લો. જો તમે આ કામ ન કર્યું તો એક ઓક્ટોબરથી તમારા ખાતા ફ્રીઝ થઈ શકે છે. એટલે કે તમે તમારા એકાઉન્ટથી કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન કરી શકશો નહીં. આથી જરૂરી છે કે સમયસર તમારા નાણાકીય ખાતાઓને આધાર સાથે લિંક કરાવી લો. 

ઓક્ટોબર મહિનામાં બેંકોમાં 16 દિવસ રજા રહેશે. આ રજાઓની અસર તમારા બેંકિંગ કામકાજ પર પડશે. આરબીઆઈની ગાઈડલાઈન મુજબ જાહેર રજાઓ પર દરેક શહેરમાં બેંકો બંધ રહેશે. આ ઉપરાંત રાજ્યોના આધારે પણ કેટલીક પ્રાદેશિક રજાઓ રહેશે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link