Plane માં જ ડિલિવરી થાય તો કઈ રીતે નક્કી થાય છે બાળકની નાગરિકતા, જાણવા જેવા છે હવાઈ મુસાફરીના આ નિયમો

Thu, 25 Mar 2021-12:29 pm,

આમ તો ભારતમાં 7 મહિના કે તેથી વધુની સગર્ભા સ્ત્રીને હવાઇ મુસાફરી કરવાની મંજૂરી નથી. પરંતુ કેટલાક વિશેષ કિસ્સાઓમાં આવી સ્ત્રિઓને પણ હવાઈ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવે છે.પરંતુ તે સફરમાં જો બાળકની ડિલવરી થાય તો પછી નાગરિકત માટે મથામણ શરૂ થાય.ત્યારે આવો જાણીએ આવા કિસ્સાઓમાં બાળકને ક્યાં દેશની નાગરિકતા મળે છે.

જો કોઈ મહિલા ભારતથી અમેરિકા જતા વિમાનમાં બાળકને જન્મ આપે છે. તો બાળકોના જન્મ પ્રમાણપત્રમાં અને તેની નાગરિકતા અંગે સૌથી મોટો પ્રશ્ન ઉભો થાય છે.પરંતુ આવા કિસ્સાઓમાં એ જોવામાં આવે છે બાળકનું જન્મ થયો ત્યારે પ્લેન ક્યાં દેશની સીમા પર હતું.બાળક જન્મે તે સમય પ્લેન જે દેશની સરહદમાં હોય તે જ દેશના બાળકના જન્મ પ્રમાણપત્રથી સંબંધિત દસ્તાવેજો એરપોર્ટ ઓથોરિટી પાસેથી મેળવી શકાય છે.

બાળકનેતેના માતા-પિતાની રાષ્ટ્રીયતા મેળવવાનો અધિકાર છે.જેથી જો પાકિસ્તાનથી યુએસ જવા માટેનું વિમાન ભારતીય સીમા ઉપરથી પસાર થઈ રહ્યું હોય. અને તે જ સમયે બાળકનું જન્મ થાય તો તેનું જન્મસ્થળ ભારત ગણવામાં આવે છે. જેથી તે બાળકની નાગરિકતા તેના માતાપિતાના દેશની અને તેના જન્મ સ્થળ એટલે ભારતની મળશે.પરંતુ ભારતમાં દ્રિ નાગરિકત્વની જોગવાઈ નથી.અગાઉ આવો જ એક કિસ્સો  યુ.એસ.માં પણ સામે આવ્યો હતો.પ્લેનમાં બાળકના જન્મ અંગે નથી કોઈ નિયમ મોટા ભાગે પ્લેનમાં બાળક જન્મ ત્યારે જે દેશની સીમા પર હોય તેની નાગરિતા બાળકને મેળે છે.પરંતુ બાદમાં બાળક પોતાના દેશમાં આવી સ્થાનિક હોસ્પિટલમાં જન્મનું પ્રમાણ પત્ર મેળવી શકે છે.પરંતુ પ્લેનમાં ડિલવરી અંગે મોટી સમસ્યા છે.કેમ કે વિમાનમાં બાળકનો જન્મ ચાર્ટ કેવી રીતે બનાવવો. હવામાં ઉડતી ફ્લાઇટની અંદર બાળકોના સફળતા પૂર્વક જન્મ અંગે અનેક પ્રશ્ન ઉભા થાય છે.ખાસ કરીને ક્યાં દેશમાં બાળકનું જન્મ થયું તે નક્કી કરવામાં ઘણી મુંઝવણ ઉભી થાય છે.    

નેધરલેન્ડ્સમાં બનેલી ઘટનાથી આ પ્રશ્નને વધારે સમજી શકાશે.જેમાં નેધરલેન્ડથી યુનાઇટેડ સ્ટેટસની ફ્લાઇટમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. જેમાં વિમાને ઉડાન ભર્યા બાદ એટલાન્ટિક મહાસાગરમાં પહોંચ્યું ત્યારે મહિલાએ પ્રસવની પીડા શરૂ થઈ.અને તેણે એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો હતો.તે સમયે વિમાન કેનેડાના અવકાશી ક્ષેત્રમાં હતું.જેથી બાળકને કેનેડાની નાગરિકતા મળી શકે.

કોઈને એવું હોય કે પાયલોટ સતત બે ત્રણ દિવસ સુધી પ્લેન ઉડાવી શકે તો તમે ખોટા છો.કેમ નિયમ મુજબ પાયલોટ 24 કલાકમાં 8 કલાકથી વધુ પ્લેન ન ઉડાવી શકે.ફ્લાઈટ લેન્ડ થયા બાદ હોટ સુધી પહોંચવું, ભોજન કરરવું, બીજી ફ્લાઈટની તૈયારીઓ કરવી તેના માટે પાયલટને સમય આપવો પડે છે.જેથી મુસાફરીમાં કોઈ જોખમ ઉભુ ન થાય તેના માટે એક પાયલટ 24 કલાકમાં 8 જ કલાક પ્લેન ઉડાવી શકે તેવો નિયમ બનાવવામાં આવ્યો છે.

તમે વિમાનમાં સફર કરતા હો અને પાયટલની બાજુની સીટ ખાલી હોય તો તમને એવું લાગે કે આગળ બેસી આકાશી નજારો જોઈએ.પરંતુ તમે એવું નહીં કરી શકો.કેમ કે પ્લેનમાં તમે તમારી સીટ બદલી શકતા નથી.જો તમે સીટ બદલતા પકડાઈ જાઓ તો તમારી સામે કડક કાર્યવાહી થઈ શકે છે.પ્લેનમાં છુપાયેલા સીસીટીવી કેમેરાથી તમારા પર સતત નજર રાખવામાં આવતી હોય છે.

 

પ્લેનમાં હિડન કેમેરા ઉપરાત હથકડી પણ હોય છે.જેની પ્રવાસીઓને ખબર નથી હોતી. જો તમે ફ્લાઈટમાં કંઈ પણ ગડબડ કરશો તો હિડન હથકડીને તમારા હાથ સુધી પહોંચવામાં વાર નહીં લાગે.ફ્લાઈટમાં મુસાફરોની વચ્ચે ટ્રેન સ્કાઈ માર્શલ પણ હાજર હોય છે.જો કોઈ મુસાફર કે પ્રવૃતિ શંકાસ્પદ લાગે તો તરત જ એક્શનમાં આવી જાય છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link