મશહૂર ઈન્ફ્લુએન્સર MotoTanyaનું મોત, રેસર બાઇકના શોખે જિંદગી છીનવી લીધી, ફોટોગ્રાફ જોઈ ચોંકી જશો

Wed, 24 Jul 2024-5:03 pm,

Influencer MotoTanya killed road accident:  સોશિયલ મીડિયા પ્રેમીઓ માટે ખરાબ સમાચાર છે. સોશિયલ મીડિયા પર MotoTanya તરીકે જાણીતી Tatyana Ozolinaનું માર્ગ અકસ્માતમાં મોત થયું છે. અકસ્માત થયો ત્યારે તે BMW બાઇક ચલાવી રહી હતી. રશિયાની Tatyanaને તેના દેશની સૌથી સુંદર બાઇકર તરીકેનો ખિતાબ મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેના 80 લાખથી વધુ ફોલોઅર્સ છે. ઘણીવાર તે મોંઘી સ્પોર્ટ્સ બાઈક અને કાર સાથે વીડિયો બનાવતી હતી.

રશિયન મીડિયા અનુસાર, અકસ્માત દરમિયાન બાઇક સવાર Tatyanaનો તુર્કીમાં એક ટ્રક સાથે અકસ્માત થયો હતો. અકસ્માતમાં તેણીને ગંભીર ઈજા થઈ હતી. અકસ્માત બાદ તેની બાઇક રસ્તાના કિનારે પડેલી મળી આવી હતી. માહિતી મળ્યા પછી, પોલીસ અને બચાવ ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ Tatyanaનું મૃત્યુ થયું હતું.  

પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત દરમિયાન Tatyana Ozolinaના અન્ય બાઇકર્સ સાથે હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 38 વર્ષની Ozolinaના TikTok પર 50 લાખ, YouTube પર 20 લાખ અને Instagram પર લગભગ 973000 ફોલોઅર્સ છે. તે યુવાનોમાં ખૂબ ફેમસ હતી અને ઘણીવાર તેની બાઇક ચલાવતી વખતે તેના વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. તાજેતરમાં જ તેને ગ્રીક સરહદમાં પ્રવેશતા અટકાવવામાં આવી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકો તેના સમર્થનમાં આવ્યા હતા.

મશહૂર ઈન્ફ્લુએન્સરના મૃત્યુ પછી, લોકો સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે તેના જેવું બાઇક ચલાવનાર બીજું કોઈ ન હોઈ શકે. અન્ય એકે લખ્યું કે તે ટોચની બ્લોગર હતી, હવે માત્ર તેની યાદો જ બાકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાન્યાને 2023માં Motoblogger of the Year  અને Travel Blogger of the Yearનો ખિતાબ મળ્યો હતો.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link