IPLના મેગા ઓક્શનમાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

Mon, 08 Nov 2021-7:50 pm,

CSKના સ્ટાર ખેલાડી ઋતુરાજ ગાયકવાડે IPL 2021માં સૌથી વધુ રન બનાવ્યા હતા.ઋતુરાજ ગાયકવાડે 16 મેચમાં 45.35ની એવરેજ અને 136.26ની સ્ટ્રાઈક રેટ ની સાથે 635 રન બનાવ્યા... ઋતુરાજ ગાયકવાડ ઓરેન્જ કેપનો હકદાર પણ બન્યો... આ દરમિયાન તેણે તેની કારકિર્દીની પ્રથમ IPL સદી પણ ફટકારી હતી.

દક્ષિણ આફ્રિકાના વિસ્ફોટક બેટ્સમેન ફાફ ડુ પ્લેસિસે CSK માટે ઓપનિંગ કરે છે. IPL 2021માં તેનું બેટ જોરદાર ગર્જના કરતું હતું. CSK તરફથી રમતા ડુ પ્લેસિસે 16 મેચમાં 633 રન બનાવ્યા હતા. KKR સામેની ફાઇનલમાં ડુપ્લેસીસ મેન ઓફ ધ મેચ પણ બન્યો હતો. જો CSK આ ડેશિંગ બેટ્સમેનને જાળવી નહીં રાખે તો મેગા ઓક્શનમાં તમામ ટીમોની નજર તેના પર રહેશે.

ભારતના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ IPLમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન છે, આ શાનદાર બેટ્સમેને IPL 2021ની 13 મેચમાં 626 રન બનાવ્યા હતા. મેગા ઓક્શનમાં રાહુલ માટે મોટી બોલી લાગી શકે છે. રાહુલ દરેક IPLમાં  સારૂ પ્રદર્શન કરે છે.   

શિખર ધવન ટીમ ઈન્ડિયાના ખતરનાક બેટ્સમેનમાંથી એક છે. તે IPLમાં દિલ્લી કેપિટલ્સ તરફથી રમે છે. IPL 2021માં તેણે 16 મેચમાં 587 રન બનાવ્યા છે. મેગા ઓક્શનમાં તમામ ટીમોની નજર ચોક્કસપણે શિખર ધવન પર રહેશે,

ગ્લેન મેક્સવેલ વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંથી એક છે. IPLમાં  ગ્લેન મેક્સવેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. તેણે IPL 2021માં બેંગ્લોર માટે 15 મેચમાં 513 રન બનાવ્યા અને ત્રણ વિકેટ પણ લીધી હતી. તમામ ફ્રેન્ચાઈઝી તેને પોતાની ટીમમાં સામેલ કરવા ઈચ્છે છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link