Ruturaj Gaikwad Girlfriend Sayali Sanjeev: આ સુંદરીના પ્રેમમાં ક્લીન બોલ્ડ થયો ઋતુરાજ ગાયકવાડ! જાણો કોણ છે આ મરાઠી મુલગી

Mon, 02 May 2022-8:40 pm,

સયાલી સંજીવનો જન્મ 31 જાન્યુઆરી 1993 માં મહારાષ્ટ્રના ધુલેમાં થયો હતો. સયાલીએ તેનો અભ્યાસ નાસિકની આરજેસી બાઈટકો હાઈ સ્કૂલમાંથી કર્યો છે. તે નાનપણથી ભણવામાં હોશિયાર હતી.

સયાલી સંજીવે કરિયર માટે મોડલિંગ પસંદ કર્યું તેણે એચપીટી આર્ટ્સ અને આરવાયકે સાયન્સ કોલેજમાંથી ડિગ્રી મેળવી છે. કોલેજમાં તેને બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો છે. તેણે બિરલા આઈ કેર, ડેન્ટલ માટે મોડલિંગ પણ કર્યું છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેણે શેર કરેલી તસવીરો ફેન્સને ઘણી પસંદ આવે છે.

સયાલી સંજીવે ટીવ પર એક મ્યૂઝિક વીડિયો સાથે શરૂઆત કરી હતી. ત્યારબાદ તે મરાઠી ટીવી સીરિયલ કાહે દિયા પરદેશથી ફેમસ થઈ હતી. તેનો રોલ ગૌરી ઘણો લોકપ્રિય થયો હતો. તે ગુલમોહર જેવા શોમાં પણ જોવા મળી હતી.

સયાલી સંજીવ સામાજિક કાર્યોમાં પણ પોતાનો રસ દાખવે છે. મોડલિંગમાં પગ મુક્યા બાદ સયાલી સંજીવે રાજૂ પારસેકરની ફિલ્મ પુલિસ લાઇન્સ- એક પૂર્ણ સત્ય સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link