ચાર પેઢીનો સુખી સંસાર જોનાર 112 વર્ષના ગુજરાતી દાદીનું નિધન, પરિવારે વાજતે-ગાજતે કાઢી અંતિમ યાત્રા
ખેડબ્રહ્માના કરુંડા ગામે 112 વર્ષીય દાદીમાનું અવસાન થતા ડીજે સાથે તેમની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં પરિવાર સહીત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા. આપણા સમાજમાં કોઈ પણ વ્યક્તિના પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તે દુઃખદ હોય છે પણ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના કરુંડા ગામે શતાયું વટાવી ચૂકેલા 112 વર્ષના દાદીમાનું અવસાન થતા પરિવારજનોએ ડીજેના તાલે અંતિમયાત્રા કાઢી હતી.
કરુંડા ગામમા સૌથી વધુ ઉંમર વટાવી ચૂકેલા 112 વર્ષીય સજનીબેન રૂપાજી વણઝારાના પાંચ પુત્રો અને સાત પૌત્રોએ ભેગા મળીને દાદીની યાદગાર અંતિમયાત્રા કાઢવાનું નક્કી કર્યું હતું. કરુંડા ગામના દાદીમાની આ અંતિમયાત્રામાં એમના પરિવારની સાથે સમગ્ર ગામના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
આ અંગે તેના પરિવારજન અંકેશ વણઝારાએ ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 112 વર્ષીય દાદીમાંએ ચાર પેઢીના પરિવારજનોને જોયા છે. જેમનું ગઈ કાલે અવસાન થયું હતું. ડીજે સાથે તેમની અંતિમયાત્રા નીકાળી હતી.