ગુજરાતમાં વાવાઝોડાની અસર દેખાઈ : આંધી તોફાન સાથે વરસાદની શરૂઆત, પોશીના પાણી પાણી થયું

Sun, 26 May 2024-4:14 pm,

સાબરકાંઠાના પોશીનામાં ગઈકાલે સાંજે અચાનક વરસાદનું આગમન થયું હતું. ગઈકાલે સાંજે વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ વરસ્યો હતો. જેને કારણે પોશીનાનું વાતાવરણ બદલાયું હતું.  24 કલાકમાં 18 મીમી વરસાદ નોંધાયો છે. 

પોશીનામાં વરસાદને લઈને રોડ પર પાણી વહેવા લાગ્યુ. અસહ્ય ઉકળાટ વચ્ચે વાવઝોડા બાદ વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને લઈને ગ્રામ્ય વિસ્તારમાં ઝાડ પડવાના બનાવો બન્યા હતા. વાવાઝોડાને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ પડી જતા વીજપ્રવાહ બંધ થયો હતો.

ગુજરાતમાં હજુ આગામી 2 દિવસ હીટવેવની આગાહી છે. આગામી બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટાડો થશે તેવુ હવામાન વિભાગનું કહેવું છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં 45.5 ડિગ્રી તાપમાન રહેશે તેવી આગાહી છે. 

ચક્રવાતના દરિયા પર ત્રાટકવાનો સમયે સમુદ્રમાં 1.5 થી 2 મીટર ઉંચી લહેરો ઉઠવાની આશંકા છે. જેમાં દરિયાઈ એરિયાના પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના નીચલા વિસ્તારો પાણીમાં ડૂબી શકી છે. હવામાન વિભાગે 27 મેના રોજ સવારે બંગાળની ખાડીના ઉત્તરી ભાગમાં સમુદ્રમાં ન જવાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે દરિયાઈ વિસ્તાર માટે રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

હવામાન વિભાગે કહ્યું કે, બંગાળની ખાડી પર દબાણ બની ગયું છે. રવિવાર સાંજ સુધી રેલમ ચક્રવાતમાં ફેરવાઈ જશે. 26 મેના રોજ રાતે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના સમુદ્ર તટ પર વાવાઝોડાની એન્ટ્રી થશે. જેમાં 135 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગે 26 અને 7 મેના રોજ પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓરિસ્સાના દરિયાઈ કાંઠે ભારે વરસાદની ચેતવણી આપી છે. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link