Sachin, Dhoni અને Kapil Dev આ બધા કરે છે સરકારી નોકરી, જાણો કોનો છે કેટલો છે પગાર

Thu, 08 Apr 2021-6:23 pm,

ઉમેશ યાદવે ભારતીય ટીમ માટે ઝડપી બોલર તરીકે ઘણી સિધ્ધિઓ હાંસલ કરી છે. ઉમેશ પોલીસ અને આર્મીમાં નોકરી કરવા ઈચ્છતા હતા. પરંતુ તેને સરકારી નોકરી 2017 ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પછી જરૂર મળી. તેમને ભારતીય રિઝર્વ બેંકમાં આસિસ્ટંટમાં મેનેજરનું પદ આપવામાં આવ્યું હતું.

ભારતીય ટીમના બોલર જોગીન્દર શર્મા તેની કુશળતા માટે જાણીતા છે. ભલે લાંબા સમય સુધી તેમને ટીમમાં જગ્યા ન મળી હોય પરંતુ હવે જોગિંદર હરિયાણા પોલિસમાં ડીસીપીના પદ પર નિયુક્ત છે.

 

ચહલ અન્ય ખેલાડીની તુલનામાં યુવા ખેલાડી છે. તે લિમિટેડ ઓવરમાં સ્પિનર તરીકે દરેકની પહેલી પસંદ છે. ક્રિકેટરની મહેનતને કારણે ચહલને ‘ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટ’ માં ઈંસ્પેક્ટરના પદની જવાબદારી સોંપવામાં આવી છે.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ અને સૌથી સફળ કેપ્ટન એમ.એસ. ધોની તેની સમજદાર અને રમત માટે જાણીતા છે. 2015 માં ધોનીની ભારતીય સેનાના લેફ્ટનન્ટ કર્નલ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ધોનીનો જન્મ રાંચી, ઝારખંડ ખાતે થયો હતો. તેના પિતાનુ નામ પાનસિંઘ છે. તેને જયાંતી ગુપ્તા નામની એક બહેન અને નરેન્દ્ર સિંઘ ધોની નામનો એક ભાઇ છે..તેણે પોતાનુ શિક્ષણ જવાહર વિદ્યામંદિર, શ્યામલી, ઝારખંડ ખાતે લીધુ હતુ. તેને નાનપણમાં બેડમિન્ટન અને ફુટબોલની રમત પ્રત્યે ખુબ લગાવ હતો. તે તેની ફુટબોલની ટીમનો ગોલકીપર હતો અને તેના ફુટબોલ પ્રશિક્ષકે તેને જિલ્લા કક્ષાએ ક્રિકેટ રમવા મોકલ્યો હતો. તેણે ત્યાં પોતાની વિકેટ-કીપીંગ કળાથી સૌને પ્રભાવિત કર્યા હતા અને ત્યારબાદ તે ૧૯૯૫-૧૯૯૮ દરમિયાન કમાન્ડો ક્રિકેટ ટીમના વિકેટ-કીપર બન્યો હતો.

ભારતીય ટીમના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને ક્રિકેટની દુનિયાના ભગવાન માનવામાં આવે છે. જણાવી દઈએ કે સચિનને તેની સફળતા માટે ઈંડિયન એયરફોર્સની જેમ સમ્માનિત કરવામાં આવ્યા હતા અને સાથે જ વર્ષ 2010 માં સચિનને ઈંડિયન એયરફોર્સના ગ્રુપ કેપ્ટન પણ બનાવવામાં આવ્યા હતા.

 

દિગ્ગજ ખેલાડી કપિલ દેવ ભારતના તે કેપ્ટન હતા જેમણે ભારતને પ્રથમ વર્લ્ડ કપ અપાવ્યો હતો. તેમને 2008 માં ઈંડિયન આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલના પદની જવાબદારી સોંપવામાં આવી. આ ઉપરાંત તેમના સમ્માનમાં 2019 માં કપિલ દેવની હરિયાણા સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ચાંસેલર તરીકે પણ નિમણૂક કરવામાં આવી હતી.  

ભારતીય ટીમના ફોરમર સ્પિન બોલરોમાં હરભજનની ખાસ જગ્યા છે. રસપ્રદ વાત એ છે કે હરભજને ટેસ્ટમાં 700 થી વધુ વિકેટ ઝડપી છે અને તેમને આ યોગદાન બદલ પંજાબ પોલીસમાં ડીએસપી પદથી નવાજવામાં આવ્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link