સચિન તેંડુલકરના 5 રેકોર્ડ જે વિરાટ કોહલી 2019માં તોડી શકે છે

Fri, 11 Jan 2019-7:10 am,

ભારતીય કેપ્ટને હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિનના સૌથી ઝડપી 19 હજાર રનનો રેકોર્ડ તોડ્યો હતો. કોહલીએ પોતાની 399 ઈનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી. જ્યારે સચિને પોતાની 432 ઈનિંગમાં 19 હજારી બન્યો હતો. 

સચિન અને લારાએ સંયુક્ત રૂપથી સૌથી ઝડપી 20 હજાર આંતરરાષ્ટ્રીય રન સુધી પહોંચવાનો રેકોર્ડ બનાવ્યો હતો. બંન્ને પોતાની 453 ઈનિંગમાં આ મુકામ સુધી પહોંચ્યો હતો. આ વચ્ચે વિરાટ દર વર્ષે સતત 2500 રન બનાવ્યા રહ્યો છે. 

આ વર્ષે વિશ્વકપ પણ  રમાશે, તો કોહલીને બેટિંગની વધુ તક મળશે. 2019મા સચિનનો આ રેકોર્ડ કોહલી જરૂર તોડશે. 

સૌથી ઝડપી 20 હજાર આંતરરાષ્ટ્રીય રન બનાવનાર બેટ્સમેન

453 ઈનિંગ - સચિન તેંડુલકર

453 - ઈનિંગ - બ્રાયન લારા

464 ઈનિંગ - રિકી પોન્ટિંગ

483 - ઈનિંગ એબી ડિવિલિયર્સ

491 - જેક કાલિસ

વિરાટ કોહલીને એક ચેસ માસ્ટરના રૂપમાં ઓળખવામાં આવે છે. તેના નામે વનડેમાં ઘણા રેકોર્ડ નોંધાયેલા છે. પરંતુ જ્યારે બાદમાં બેટિંગ કરવાની વાત આવે છે તો સચિનના નામે 39 સદી છે, જે કોઈપણ બેટ્સમેન દ્વારા લક્ષ્યનો પીછો કરતા ફટકારવામાં આવેલી સર્વાધિક છે. 

વર્તમાનમાં ભારતીય કેપ્ટનને આ રેકોર્ડની બરાબરી કરવામાં માત્ર 7 સદીની જરૂર છે. વિરાટ કોહલીની લાંબી ઈનિંગ રમવાની ક્ષમતાને જોતા તે આ રેકોર્ડ ઝડપથી તોડી શકે છે. 

લક્ષ્યનો પીછો કરતા સૌથી વધુ સદી 39 - સચિન તેંડુલકર 31 - વિરાટ કોહલી 26 - વિરાટ કોહલી 25 - માહેલા જયવર્ધને 25 - બ્રાયન લારા

ફેબ્રુઆરીમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પાંચ વનડે મેચોની સિરીઝ રમવા ભારત આવશે. આગામી વિશ્વકપને જોતા આ સિરીઝ ખૂબ મહત્વની છે. સચિન અને વિરાટ બંન્નેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવાનું પસંદ છે. 

સચિને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઘરઆંગણે રમેલી વનડેમાં ચાર સદી ફટકારી છે, જ્યારે બીજી તરફ વિરાટની ત્રણ સદી છે. જો વિરાટ ઘરઆંગણે યોજાયેલી સિરીઝમાં બે સદી ફટકારી દેશે તો સચિનનો આ રેકોર્ડ તોડી દેશે. વિરાટે હાલમાં વિન્ડીઝ સામે રમાયેલી શ્રેણીમાં ત્રણ સદી ફટકારી હતી. તેવામાં ઓસ્ટ્રેલિયા સામે તે આ સિદ્ધિ મેળવી લેશે તેવી પૂરી સંભાવના છે. 

ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સૌથી વધુ સદી

4 - સચિન તેંડુલકર / ગ્રેહામ ગૂચ / ડેસમંડ હેન્સ

3 - વિરાટ કોહલી / રોહિત શર્મા

સચિનના નામે 49 વનડે સદી છે અને તેમાંથી 33 સદી ભારતીય ટીમની જીતનું કારણ બની છે. સચિનનો આ રેકોર્ડ કોઈપણ બેટ્સમેન હજુ સુધી તોડી શક્યું નથી. 

પરંતુ વિરાટ કોહલી આ રેકોર્ડ તોડવાની નજીક છે. તેણે બનાવેલી 38 સદીમાંથી 31 સદી ભારતીય ટીમની જીતનું કારણ બની છે. 

તેથી તેણે સચિનના રેકોર્ડની બરોબરી કરવા માટે માત્ર બે સદીની જરૂર છે. વિરાટના ફોર્મને જોતા તે આ વર્ષે સચિનનો આ રેકોર્ડ તોડી દેશે. 

વિનિંગ મેચોમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી

33 - સચિન તેંડુલકર

31 - વિરાટ કોહલી

25 - રિકી પોન્ટિંગ

24 - હાશિમ અમલા

24 - સનથ જયસૂર્યા

સચિને પોતાના વનડે કરિયરમાં વિદેશની ધરતી પર કુલ 5065 રન બનાવ્યા જે કોઈપણ ભારતીય દ્વારા વધારે છે. તો બીજીતરફ કોહલીએ વિદેશની ધરતી પર 4208 રન બનાવ્યા છે અને તે આ યાદીમાં ત્રીજા સ્થાને છે. 

આ વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ અને વિદેશની ધરતી પર યોજાનારી વનડે સિરીઝમાં વિરાટ કોહલી સચિનનો આ રેકોર્ડ તોડી શકે છે. તેના આ સિદ્ધિ મેળવવા માટે માત્ર 858 રનની જરૂર છે. 

વનડેમાં કોઈપણ ભારતીય દ્વારા વિદેશની ધરતી પર બનાવેલા સર્વાધિક રન 5065 - સચિન તેંડુલકર

4236 - એમએસ ધોની

4208 - વિરાટ કોહલી

3998 - રાહુલ દ્રવિડ  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link