Happy Birthday Sachin: જેણે ભારતમાં ક્રિકેટને ધર્મ બનાવ્યો અને ખુદ આ રમતના ભગવાન બની ગયા

Wed, 24 Apr 2024-8:43 am,

આજે ભારતમાં ક્રિકેટને ધર્મ બનાવનાર સચિન તેંડુલકરનો જન્મ દિવસ છે. ક્રિકેટમાં કહેવત છે કે રેકોર્ડ તૂટવા માટે બને છે, પરંતુ મહાન સચિન તેંડુલકરના નામે કેટલાક એવા રેકોર્ડ છે, જેને લગભગ કોઈ તોડી શકે. 24 એપ્રિલ 1973ના જન્મેલા સચિન તેંડુલકર આજે 51 વર્ષના થઈ ગયા છે. સચિનને તેમના ફેન્સ ક્રિકેટના ભગવાન કહે છે. આ કહેવાના ઘણા કારણ પણ છે. જે રેકોર્ડ સચિને બનાવી દીધા તે લગભગ કોઈ ખેલાડી બનાવી શક્યો નથી. આવો જાણીએ તેમના પાંચ એવા રેકોર્ડ વિશે જે તૂટવા લગભગ મુશ્કેલ લાગી રહ્યાં છે.

સચિન તેંડુલકરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદીની સાથે પોતાનું કરિયર સમાપ્ત કર્યું. આ એક એવો રેકોર્ડ છે તે લગભગ કોઈ બેટર તોડી શકે. સચિનના નામે 664 આંતરરાષ્ટ્રીય મેચોમાં 100 સદી છે, જ્યારે બીજા નંબર પર વિરાટ કોહલી 20 સદી પાછળ છે. 24 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયર દરમિયાન સચિને ટેસ્ટમાં 51 સદી અને વનડેમાં 49 સદી ફટકારી છે. કોહલીએ જો આ રેકોર્ડ તોડવો હોય તો વધુ 21 સદી ફટકારવી પડશે, જે અત્યારે મુશ્કેલ લાગી રહ્યું છે.  

સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં 15921 રન બનાવ્યા. કોઈ અન્ય બેટર 14000 ટેસ્ટ રન બનાવી શક્યો નથી. સચિને પોતાના 15921 રન 53.78ની એવરેજથી બનાવ્યા છે. આ દરમિયાન ટેસ્ટ ક્રિકેટના તમામ અદ્ભુત રેકોર્ડ તેમના નામે છે. 

સચિન તેંડુલકરે 16 વર્ષની ઉંમરમાં ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું અને 40 વર્ષની ઉંમર સુધી રમ્યા. પોતાના લાંબા કરિયર દરમિયાન તેમણે 200 ટેસ્ટ મેચ રમી હતી. આ એવો રેકોર્ડ છે જે તૂટવો લગભગ અસંભવ લાગી રહ્યો છે. 

ટેસ્ટની જેમ સચિન તેંડુલકરના નામે સૌથી વધુ વનડે મેચ રમવાનો રેકોર્ડ નોંધાયેલો છે. તેમણે 463 વનડે મેચ રમી નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ માહેલા જયવર્ધને છે, જેણે 448 વનડે મેચ રમી છે. તેંડુલકરે પોતાની છેલ્લી વનડે 2012માં રમી હતી.   

ટેસ્ટ ક્રિકેટની જેમ વનડે ક્રિકેટમાં પણ સચિને સૌથી વધુ રન બનાવ્યા છે. માસ્ટર બ્લાસ્ટરે પોતાના વનડે કરિયરનું સમાપન 44.83ની એવરેજથી 18426 રનની સાથે કર્યું. સચિન વનડેમાં બેવડી સદી ફટકારનાર પ્રથમ બેટર હતા.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link