Sachin Tendulkar કેમ વેશ બદલીને Anjali સાથે કરતા હતાં ડેટિંગ? જાણો દિલચસ્પ વાતો

Sun, 15 Aug 2021-4:51 pm,

અંજલિ તેંડુલકર (Anjali Tendulkar)નો જન્મ 10 નવેમ્બર 1967માં થયો હતો. તેમને બાળકોના ડૉક્ટર છે. 

સચિન તેંડુલકર (Sachin Tendulkar) અને અંજલી તેંડુલકર (Anjali Tendulkar)ની પહેલી મુલાકાત મુંબઈ એરપોર્ટ પર થઈ હતી. તે સમયે યંગ માસ્ટર બ્લાસ્ટર પોતાની પહેલી ઈન્ટરનેશનલ ટૂરથી ભારત પરત આવ્યા હતા. તે સમયે સચિને અંજલીને જોયા અને તેમની પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો. 

અંજલિ તેંડુલકર પોતાની મેડિકલ પ્રેક્ટિસના દિવસો દરમિયાન ક્રિકેટ વિશે કંઈ વધુ નહોતા જાણતા. અંજલિએ એકવાર ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેમને સચિન સાથે ડેટિંગ કર્યા પછી જેન્ટલમેન ગેમમાં રસ દાખવવાનું શરૂ કર્યું.

અંજલિને વેષ બદલીને મળતાં હતા સચિન: સચિન તેંડુલકર (Sachin Tendulkar) એ સમયે સેલિબ્રિટિ બની ગયા હતા. એવામાં અંજલિ તેંડુલકર સાથે ડેટિંગ કરવું મુશ્કેલ હતું. ઘણીવાર એવું થયું કે, સચિન પોતાનો વેષ બદલીને અંજલિને મળવા જતાં હતા. જેથી તેઓ ફેન્સની નજરોથી બચી શકે. 

 

સચિન તેંડુલકર  (Sachin Tendulkar) અને અંજલિ તેંડુલકરે લગભગ 5 વર્ષ સુધી એકબીજા સાથે ડેટિંગ કરી. તે બાદ 24 મે 1995માં બંનેએ લગ્ન કર્યા. અંજલિએ પોતાના લગ્નને લઈને કહ્યું હતું કે, મે મારી લાઈફમાં સચિન સિવાય બીજા કોઈને પણ પસંદ નથી કર્યા. હું તેમને સારી રીતે જાણી શકું છું. એટલા માટે હું તેમની ગર્લફ્રેન્ડ રહું કે વાઈફ એક જ વાત છે બસ આ અમારા સંબંધનો વિસ્તાર થયો છે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link