સાઈ સમાધિને 100 વર્ષ પૂરા, શિરડીને થઈ લાખો-કરોડોની આવક, Photos

Sat, 20 Oct 2018-3:58 pm,

આ ખાસ પ્રસંગે શિરડી મંદિરની મનમોહક સજાવટ કરવામાં આવી હતી. મંદિરોને ફૂલો, ફળ અને ઝગમગ રોશનીથી સજાવવામાં આવ્યા હતા. મંદિરની સજાવટ એટલી સુંદર હતી કે, આ પહેલા સાઈ ભક્તોએ મંદિરના આ રૂપમાં ક્યારેય જોયું ન હતું. માહિતી અનુસાર, અંદાજે 3 લાખ 50 હજાર રૂપિયા આ સજાવટ માટે ખર્ચવામાં આવ્યા હતા. જે માટે અંદાજે 8 ટન જેટલા ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

વર્ષ 1922માં શિરડી મંદિરને ટ્રસ્ટનાર રૂપમાં રજિસ્ટર કરાયું હતું. ત્યારે દાન પેટીથી એકઠા થયેલી વાર્ષિક આવક અંદાજે 700 રૂપિયા હતી. તેનું વાર્ષિક બજેટ 3500 રૂપિયા રહેતું હતું. બાબાના ભક્તોની સંખ્યા વધવાની સાથે સાથે સાઈ મંદિર ટ્રસ્ટની આવક પણ દિવસેને દિવસે લાખો-કરોડોમાં થતી ગઈ. હવે મંદિર ટ્રસ્ટને ચઢાવાથી થતી આવક અંદાજે 375 કરોડ બતાવવામાં આવે છે. જે પ્રતિદિનના હિસાબે એક કરોડથી પણ વધુ રૂપિયા છે. 

15 ઓક્ટોબર, 1918ના રોજ બાબાએ સમાધિ લીધી હતી. તે દિવસે દશેરા હતો. ત્યારથી દર વર્ષે દશેરના દિવસે શિરડીમાં વિશેષ આયોજન કરવામાં આવે છે. તેમની સમાધિની શતાબ્દી પર ન્યાસ દ્વારા સમગ્ર વર્ષ ઉત્સવ ઉજવવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 1 ઓક્ટોબર, 2017ના રોજ શતાબ્દી મહોત્સવનું આયોજન કર્યું હતું. 

દશેરાના શુભ અવસર પર બાબાના દર્શન માટે ન માત્ર દેશભરમાંથી, પરંતુ વિદેશમાથી પણ ભક્તો આવે છે. તેમની એક ઝલક માટે શિરડી પહોંચે છે. અમેરિકાથી યુરોપ સુધી બાબાના ભક્તો ફેલાયેલા છે. આ મહોત્સવમાં હાલત એ હતી કે, શિરડી સંસ્થાના અંદાજે 1500 રૂમ પહેલેથી જ બૂક થઈ ગયા હતા. સાથે જ 7500 પ્રાઈવેટ હોટલના દરેક રૂમ હાઉસફૂલ રહ્યા હતા. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link