SAIF ALI KHAN: આદિપુરુષ પહેલાં આ ફિલ્મોમાં વિલનના રોજમાં જમાવટ કરી ચુક્યો છે સૈફ

Wed, 10 May 2023-4:28 pm,

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને મોટા પડદા પર પોતાની એક્ટિંગથી લાખો લોકોના દિલ પર રાજ કર્યું છે. સૈફ અલી ખાન બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા છે અને સૈફે આ વાત ઘણી વખત સાબિત કરી છે.

સૈફ અલી ખાને ફિલ્મોમાં વિલનની સાથે સાથે કોમેડી પાત્રો પણ ભજવ્યા છે અને ફરી એકવાર સૈફ અલી ખાન વિલનની ભૂમિકામાં જોવા મળવાનો છે.

સૈફ અલી ખાન ફિલ્મ 'આદિપુરુષ'માં રાવણનું પાત્ર ભજવી રહ્યો છે. ગઈ કાલે રિલીઝ થયેલા ટ્રેલરમાં સૈફના લાઇટ લુકએ ચાહકોનું દિલ જીતી લીધું હતું.

Film Omkara- વર્ષ 2005માં ફિલ્મ 'ઓમકારા' રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં સૈફે વિલનની ભૂમિકા ભજવી હતી. આ અભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે.

Film Baazaar- વર્ષ 2018માં ફિલ્મ 'બાઝાર' રીલિઝ થઈ હતી. આ ફિલ્મમાં પણ સૈફ નેગેટિવ પાત્રમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેણે શકુન કોઠારી નામના શેરબજારના વેપારીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં સૈફના રોલને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો.

Film Laal Kaptaan- વર્ષ 2019માં સૈફ ફિલ્મ 'લાલ કપ્તાન'માં નાગા સાધુના રોલમાં જોવા મળ્યો હતો. તેણે પોતાના પાત્રથી બધાને ચોંકાવી દીધા. આ ફિલ્મમાં સૈફના પાત્રને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

Film Tanhaji- લાલ કપ્તાન બાદ સૈફે ફરી એકવાર 'તાન્હાજી'માં પોતાના ખલનાયક પાત્રથી બધાને ચોંકાવી દીધા છે. આ ફિલ્મમાં સૈફે ઉદયભાન સિંહ રાઠોડનો રોલ કર્યો હતો. આ પાત્રમાં સૈફ ખૂબ જ ડરામણો લાગતો હતો. સૈફના આ પાત્રને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.

Film Kya Kehna- વર્ષ 2000માં રિલીઝ થયેલી ફિલ્મ 'ક્યા કહેના'માં સૈફ નેગેટિવ રોલમાં જોવા મળ્યો હતો અને સૈફ અલી ખાને ભજવેલા રાહુલ મોદીના રોલની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link