આગામી વર્ષે તમારા પગારમાં મોટો ઘટાડો થશે, આવી રહ્યો છે નવો કાયદો

Wed, 09 Dec 2020-10:59 am,

સરકારે ગત વર્ષે જ સંસદમાં વેજ કોડ પાસ કરાવ્યો હતો. જે આગામી ફાઈનાન્શિયલ વર્ષથી લાગુ થવાનો છે. તેની અસર પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરનારા નાના મોટા તમામ કર્મચારીઓની સેલેરી પર પડશે.

The Economic Times માં છપાયેલા ખબર અનુસાર, નવા નિયમના હિસાબથી કર્મચારીઓને મળનાર તમામ ભથ્થા જેમ કે ગ્રેજ્યુઈટી, પીએફ વગેરે કુલ સેલેરીથી 50 ટકાથી વધુ થઈ શક્તુ નથી. એટલે કે, કંપનીઓને એપ્રિલ 2021 થી કુલ સેલેરીમાં બેઝિક સેલેરીનો હિસ્સો 50 ટકા કે પછી તેનાથી વધુ રાખવાનો રહેશે. આ નવો વેજ રુલ આવ્યા બાદ સેલેરી સ્ટ્રક્ચરમાં મોટો બદલાવ જોવા મળશે. આ નવા નિયમના કેટલાક ફાયદા અને કેટલાક નુકસાન પણ થઈ શકે છે. 

આ નવા વેજ રુલ વિશે એક્સપર્ટસ કહે છે કે, તેનો ફાયદો રિટાયર્ડમેન્ટ બાદ જ માલૂમ પડશે. કેમ કે, નવા નિયમ અંતર્ગત ગ્રેજ્યુઈટીની રકમ વધી જશે. કેમ કે, ગ્રેજ્યુઈટી બેઝિક સેલેરીના હિસાબથી કેલક્યુલેટ કરવામાં આવે છે અને બેઝિક સેલેરી વધવાથી ગ્રેજ્યુઈટીની રકમ પણ વધશે. ગ્રેજ્યુઈટી ઉપરાંત કંપની અને કર્મચારી બંનેનું પીએફ યોગદાન વધી જશે. તેનાથી લાંબા સમયમા કર્મચારીની બચત પણ વધશે.

નવા વેજ રુલના નિયમમાં નુકસાન એ થશે કે હાલ તમારી સેલેરી ઘટી જશે. તેનાથી સોથી વધુ ઝટકો ઊંચા પગારવાળા ઓફિસરોને થશે. જેમના પગારમાં 70 થી 80 ટકા હિસ્સો જ ભથ્થાનો હોય છે. તેનાથી કંપનીઓ પર વધારાનો બોજ પડવાની શક્યતા છે. કેમ કે, ગ્રેજ્યુઈટિ અને પીએફ યોગદાન પહેલાથી વધી જશે.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link