PICS: 5 વર્ષની સજા સાંભળતા જ રડી પડ્યો સલમાન, બહેનોએ આપ્યું પાણી અને એન્ટી ડિપ્રેશનની દવા
કાળિયાર કેસમાં જોધપુર કોર્ટનો ચુકાદો આવી ગયો છે. જોધપુર કોર્ટે આજે વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ અંતર્ગત સલમાન ખાનને દોષિત ઠેરવતા 5 વર્ષની જેલની સજા સંભળાવી છે. જ્યારે સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રે અને જોધપુર નિવાસી દુષ્યંત સિંહને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂક્યા હતાં. (તસવીર- સાભાર IANS/PTI)
આ કેસમાં જજે ચુકાદો સંભળાવતા જ સલમાન ખાનની આંખો ભરાઈ ગઈ હતી. તથા તેની સાથે ત્યાં બેઠેલી તેની બહેન અલવીરાએ સલમાન ખાનને ચશ્મા પહેરાવ્યા હતાં. આ દરમિયાન સલમાનની સાથે સાથે તેની બંને બહેનો અલવીરા અને અર્પિતા પણ રડી પડી હતી. અલવીરાએ સલમાન ખાનને પાણી સાથે એન્ટી ડિપ્રેશનની દવા પણ આપી હતી. (તસવીર-સાભાર PTI)
અત્રે જણાવવાનું કે સલમાન ખાન વિરુદ્ધ જોધપુરમાં ચાર કેસ દાખલ થયા હતાં. જેમાથી ત્રણ કેસમાં કાળિયાર શિકાર અને એક ગેરકાયદે હથિયાર રાખવા અંગે નોંધાયો હતો. બે કેસમાં સલમાનને કોર્ટે સજા સંભળાવી હતી અને સલમાને જેલમાં જવું પડ્યું હતું. તસવીર- સાભાર IANS)
જ્યારે ગેરકાયદેસર હથિયાર રાખવાના મામલે કોર્ટે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યો હતો અને હવે સલમાન વિરુદ્ધના ચોથા કેસમાં કોર્ટે તેને પાંચ વર્ષની જેલની સજા સંભળાવી છે. (તસવીર- સાભાર Reuters)
નોંધનીય છે કે સલમાન ખાન, સૈફ અલી ખાન, તબ્બુ, નીલમ, સોનાલી બેન્દ્રે, અને જોધપુરના રહીશ દુષ્યંત સિંહ પર આરોપ છે કે તેમણે 1 અને 2 ઓક્ટોબર 1998ના રોજ જોધપુરમાં મોડી રાતે લૂણી પોલીસ સ્ટેશન વિસ્તારના કોંકાણી ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. આ મામલે કોર્ટમાં હાજર થયેલા સાક્ષીઓએ જણાવ્યું હતું કે સલમાન ખાને કાળિયારોનો શિકાર કર્યો ત્યારે તે સમયે તમામ આરોપીઓ જિપ્સીમાં સવાર હતાં. (તસવીર-સાભાર PTI)
તેમણે જણાવ્યું કે જિપ્સીમાં હાજર તમામ લોકોએ સલમાનને શિકાર કરવા માટે ઉક્સાવ્યો હતો. ત્યારબાદ ગોળીનો અવાજ સાંભળીને ગ્રામિણો ત્યાં ભેગા થઈ ગયા હતાં. ગ્રામિણો આવી જતાં સલમાન ખાન ગાડી લઈને ત્યાંથી ભાગી ગયો હતો અને બે કાળિયાર ત્યાં જ પડ્યા હતાં.