Bigg Bossની એ સ્પર્ધક જેના હોઠની સલમાન ખાને ઉડાવી હતી મજાક, ટ્રાન્સફોર્મેશન જોઈને તમે ચોંકી જશો

Thu, 30 Mar 2023-11:37 pm,

ટીવી રિયાલિટી શો 'બિગ બોસ 9'નો ભાગ રહી ચૂકેલી અભિનેત્રી અને મૉડલ ગિઝેલ ઠકરાલ તેની લેટેસ્ટ તસવીરોને કારણે ચર્ચામાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગિઝેલે લિપ સર્જરી કરાવી છે. આ કારણે તેનો નવો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જો કે ગિઝેલ ઠકરાલે હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપ્યું નથી. તમને જણાવી દઈએ કે ગિઝેલ હંમેશા પોતાની સિઝલિંગ તસવીરોને લઈને ચર્ચામાં રહે છે.

ભલે ગિઝેલ લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટમાં જોવા મળી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ ઓછી નથી. ઇન્સ્ટાગ્રામ પર તેના 1.5 મિલિયન ફોલોઅર્સ છે.

તમને જણાવી દઈએ કે 'બિગ બોસ'ની સીઝન 9માં ગિઝલે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી. તે સમયે પણ ગિઝેલના હોઠ વિશે ઘણી ચર્ચા થઈ હતી. શોનો હોસ્ટ સલમાન ખાન પણ હસતી વખતે ગિઝેલના હોઠની મજાક ઉડાવતો હતો.  

'બિગ બોસ' સિવાય ગિઝલે 'મસ્તીઝાદે' અને 'ક્યા કૂલ હૈ હમ' જેવી કોમેડી ફિલ્મોમાં કામ કર્યું છે. હવે ગિઝેલની લેટેસ્ટ તસવીરો જોઈને ફેન્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.  

માત્ર ગિઝેલનો ચહેરો જ નહીં પરંતુ તેના શરીરમાં પણ ઘણો બદલાવ આવ્યો છે. તેણે પોતાની ફિટનેસ પર ઘણું ધ્યાન આપ્યું. ગિઝેલનું ટોન ફિગર ચાહકોના ચૈન ચોરવા માટે પૂરતું છે.  

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link