Aryan Khan જ નહીં આ Bollywood સ્ટાર્સને પણ Sameer Wankhede એ રડાવ્યા હતા રાતા પાણીએ!

Thu, 28 Oct 2021-12:20 pm,

વિવેક ઓબેરોય પર સમીર વાનખેડેએ તવાઈ બોલાવી હતી. વિવેક ઓબેરોય પણ સર્વિસ ડિપાર્ટમેન્ટ તરફથી સર્વિસ ટેક્સ ઈનવેડ કરવા માટે પકડાયા હતા. ત્યારે પણ ડેપ્યુટી ડિરેકટર સમીર વાનખેડે હતા. વિવેક પર 40 લાખ રૂપિયાની ફેરબદલનો આરોપ હતો.

શાહરૂખ ખાન માટે આ વખતે જ નહીં પરંતુ અગાઉ પણ સમીર વાનખેડે મુસીબત ઉભી કરનાર સાબિત થઈ ચૂક્યો છે. જુલાઈ 2011માં શાહરૂખ ખાન અને તેના પરિવારને કસ્ટમ ડિપાર્ટમેન્ટની ટીમે મુંબઈ એરપોર્ટ પર અટકાવી દીધો હતો. વધારે સામાન સાથે રાખવાના કેસમાં શાહરૂખ ખાનને દોઢ લાખ રૂપિયાનો દંડ કરાયો હતો. તે સમયે કસ્ટમ ડિપાર્ટમેન્ટને સમીર વાનખેડે જ લીડ કરતો હતો.  

8 સપ્ટેમ્બર 2020ના દિવસે રિયા ચક્રવર્તીને સુશાંત રાજપૂત સ્યુસાઈડ કેસમાં ડ્રગ્સ એંગલ અંતર્ગત પકડવામાં આવી હતી. NCBના ઝોનલ ડિરેકટર સમીર વાનખેડેએ રિયાને વોટ્સએપ ચેટના આધારે પકડી દીધી હતી.

રણબીર કપૂર પણ સમીર વાનખેડેથી બચી શક્યો નહોંતો. વર્ષ 2013માં રણબીર બ્રિટીશ એરવેઝ ફલાઈટ મારફતે લંડનથી મુંબઈ પરત ફરી રહ્યો હતો. રણબીર એ રસ્તામાંથી નીકળ્યો હતો જ્યા ફક્ત એરપોર્ટ સ્ટાફ અને અધિકારીઓને જવાની જ પરવાનગી હતી. રણબીરની બેગમાં એક લાખથી વધુની કિંમતનો સામાન હતો. રણબીર કપૂર પાસેથી 60 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો.

મિનિષા લાંબાને વર્ષ 2011માં મે મહિનામાં મુંબઈ એરપોર્ટ પર અટકાવવામાં આવી હતી. કસ્ટમ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ કમિશનર સમીર વાનખેડેની ટીમે તેને પકડી પાડી હતી. બેગની તપાસમાં ડાયમંડ નેકલેસ અને કિંમતી સ્ટોન્સ હતા જેની કિંમત 50 લાખ રૂપિયા જેટલી હતી. 16 કલાકની પૂછપરછ બાદ મિનિષાને છોડવામાં આવી હતી.

વર્ષ 2013માં મીકાસિંહ પણ સમીર વાનખેડેની પકડમાં આવ્યા જ્યારે તેઓ બેંગકોકથી પરત આવી રહ્યા હતા. મીકાની બેગમાં 9 લાખ રૂપિયાનો સામાન હતો પરંતુ તેઓ તેની જાણકારી આપ્યા વિના જ મુંબઈ એરપોર્ટથી બહાર નીકળવાનો પ્રયાસ કરતા હતા. મીકાની બેગમાંથી દારૂની બે બોટલ, ચશ્મા અને પરફ્યૂમની બોટલ હતી.

ફિલ્મો સિવાય વિવાદોથી દૂર રહેવાનું પસંદ કરતી કેટરિના કૈફ આ બાબતમાં વિવાદમાં આવી ચૂકી છે. વર્ષ 2012માં મુંબઈ એરપોર્ટ પર કેટરિના કૈફને સમીર વાનખેડેએ ફોરેન એક્સચેન્જ એક્ટ અંતર્ગત દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમ 12 હજાર રૂપિયાની હતી. કેટરિના કૈફ કોઈ સામાન ક્લેમ કર્યા વિના બહાર નીકળી ગઈ હતી, ત્યારબાદ તેના આસિસ્ટન્ટે બે લગેજ પર પોતાનો હક દર્શાવ્યો ત્યારે સમીર વાનખેડેએ બંનેને ઝડપી લીધા. બેગમાંથી 30 હજાર રૂપિયા રોકડ, 2 વ્હીસ્કીની બોટલ અને એક એપલનો આઈપેડ મળી આવ્યો હતો.  

સુશાંતસિંહ રાજપૂત આપઘાત કેસ બાદ ડ્રગ્સ મામલે આ ત્રણેય અભિનેત્રીઓને NCBએ સમન્સ મોકલ્યુ હતું. સમીર વાનખેડેએ ત્રણેયની ડ્રગ્સ મામલે પૂછપરછ કરી હતી. 

બિપાશા બાસુને પણ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સમીર વાનખેડેની ટીમે રોકી હતી. બિપાશાએ પોતાની સાથે 60 લાખ રૂપિયાનો સામાન લીધો હતો અને તેનું ડિક્લેરેશન કર્યુ નહોંતું. આ માટે બિપાશાને 12 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

વર્ષ 2011માં મુંબઈ એરપોર્ટ પર સમીર વાનખેડેએ અનુષ્કા શર્માને રોકી હતી અને તે સમયે તેની તપાસ કરવામાં આવી હતી. અનુષ્કાને એટલા માટે રોકવામાં આવી હતી કે તેની પાસે ડાયમંડ બ્રેસલેટ, નેકલેસ, ઈયર રિંગ્સ અને બે કિંમતી ઘડિયાળ હતી. અનુષ્કાને પૂછપરછ માટે 11 કલાક રોકવામાં આવી હતી. આ વખતે પણ કસ્ટમ ડિપાર્ટમેન્ટમાં સમીર વાનખેડે જ હતા.

ઓગસ્ટ 2013માં જ્યારે સમીર વાનખેડે સર્વિસ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ડેપ્યુટી કમિશનર હતા ત્યારે ડિરેકટર અનુરાગ કશ્યપ પર ટેક્સ ઈન્વેશનને લઈ 55 લાખનો દંડ લગાવવામાં આવ્યો હતો. અનુરાગ કશ્યપનું એકાઉન્ટ પણ ડિસેમ્બરમાં સીલ કરી દેવાયુ હતું.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link