Power Bank ની હવે નથી જરૂર! 10090mAh ની બેટરી સાથે Samsung એ લોન્ચ કર્યું નવું ટેબલેટ
Samsung Galaxy Tab S7 FE Wifi માં 12.4 ઇંચની WQVGA ડિસ્પ્લે આપવામાં આવી છે, જેના પિક્સલ રિઝોલ્યૂશન 2560x1600 છે. આ એંડ્રોઇડ વર્જન 11 પર કામ કરે છે, જે One UI પર આધારિત છે.
સેમસંગનું આ ટેબલેટ ઓક્ટા-કોઋ ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 750G પ્રોસેસરથી સજ્જ છે. જે 4 જીબી RAM થી સજ્જ છે. 64 જીબીની ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી છે જે માઇક્રોએસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે.
મોટાભાગે જોવા મળ્યું છે કંપનીઓ ટેબલેટના કેમેરા પર વધુ કામ કરતી નથી. આ કારણે ફોટોઝ પણ સારા આવતા નથી. પરંતુ સેમસંગે પોતાના ટેબલેટમાં કેમેરા ક્વોલિટીનો ખાસ ખ્યાલ રાખ્યો છે. કંપનીએ પોતાના નવા ટેબલેટમાં 8 MP નો રિયર કેમેરા આપવામાં આવ્યો છે, જ્યારે સેલ્ફી માટે 5 MP નો કેમેરા આપવામાં આવ્યો છે.
જો તમે સેમસંગનો આ એંડ્રોઇડ ટેબલેટ ખરીદો છો તો પાવર બેંકની જરૂર પડશે નહી. જી હાં, આ ટેબલેટમાં 10,090 mAh ની બેટરી આપવામાં આવી છે, જે શાનદાર બેકઅપ આપશે. એટલું જ નહી, સેમસંગનું આ ટેબલેટ 45W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. એટલે કે સેમસંગનું આ ટેબલેટ બીજા ટેબલેટ્સના મુકાબલો વધુ ચાર્જ થઇ જશે.
કુલ મળીને Samsung Galaxy S7 FE ના WiFi વર્જનના ફીચર્સ LTE વેરિએન્ટના ફીચર્સ જેવા જ છે. આ S Pen સાથે રજૂ કરવામાં આવ્યો છે. આ ટેબલેટ ડોલ્બી એટમસ સપોર્ટની સાથે રજૂ કરવામાં આવ્યો છે. જેની કિંમત 41,999 રૂપિયા છે.
તેને 4 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિએન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યો છે. તેને મિસ્ટિક પિંક, મિસ્ટિક બ્લેક, મિસ્ટિક સિલ્વર અને મિસ્ટિક ગ્રીન કલરમાં ખરીદી શકાશે. તેને ઇ-કોમર્સ વેબસાઇટ Amazon પરથી ખરીદી શકાશે. તો બીજી તરફ HDFC ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ કરતાં 4,000 રૂપિયા સુધીનું ઇંસ્ટન્ટ કેશબેક આપવામાં આવશે. સાથે જ કીબોર્ડ પર 10,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.