Sandeep Nahar Suicide: પત્નીના કારણે જીવ આપી દેનારા અભિનેતાની આવી હતી લાઈફ, જુઓ PHOTOS

Tue, 16 Feb 2021-9:56 am,

સંદીપ નાહરે (Sandeep Nahar) બોલીવુડની અનેક ફિલ્મોમાં કામ કરીને નામના મેળવી હતી. તેણે ભજવેલી ભૂમિકા ભલે નાની હોય પરંતુ તે યાદગાર ભૂમિકા માટે જાણીતો હતો. 

ઈન્સ્ટાગ્રામ પર અનેક એવી તસવીરો છે જે તેની સફળતાની કહાની રજુ કરે છે. 

 

મંગળવારે સંદીપે મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં કથિત આત્મહત્યા કરતા લોકો આઘાતમાં સરી પડ્યા છે. સંદીપે આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયા પર લગભગ 10 મિનિટનો એક વીડિયો બનાવીને પોસ્ટ કર્યો. વીડિયો જોવા માટે લિંક પર કરો ક્લિક  Sandeep Nahar નો આત્મહત્યા પહેલાનો VIDEO આવ્યો સામે, તેણે જે કહ્યું...જાણીને રડી પડશો

આ વીડિયો અને એક સ્યૂસાઈડ નોટમાં તેણે પત્ની અને સાસુ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. Sandeep Nahar નો આત્મહત્યા પહેલાનો VIDEO આવ્યો સામે, તેણે જે કહ્યું...જાણીને રડી પડશો

ઈન્સ્ટાગ્રામ પર સંદીપ નાહર ખુબ એક્ટિવ હતો અને તેના લગભગ 34 હજાર જેટલા ફોલોઅર્સ હતા. તેણે કુલ 403 પોસ્ટ કરી હતી. જ્યારે 364 લોકોને તે ફોલો કરતો હતો. 

વર્કફ્રન્ટની વાત કરીએ તો સંદીપ કેસરી અને એમ એસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી ઉપરાંત કેટલાક ટીવી શો તથા ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યો છે. 

સંદીપની પ્રોફાઈલ પર નજર ફેરવીએ તો ખબર પડે છે કે તે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની પણ નજીક હતો. રિયાના જન્મદિવસે તેણે કેટલીક તસવીરો પણ શેર કરી હતી. 

સુશાંતના મોત પર સંદીપ ખુબ દુખી હતો. તેણે સુશાંતની સાથેના પોતાના એક ઈમોશનલ સીનને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. (તસવીરો-સાભાર Instagram@SandeepNahar) 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link