સાનિયાની બહેન બની અઝહરુદ્દીના પરિવારની વહુ
ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાની (Sania Mirza) બહેન અનમ મિર્ઝા (Anam Mirza) ના લગ્ન પૂર્વ કેપ્ટન મોહંમદ અઝહરુદ્દીન (Mohammad Azharuddin) ના દીકરા મોહંમદ અસુદ્દીન (Mohammed Asaduddin) સાથે થયા છે.
દુલ્હનના પહેરવેશમાં અનમ સુંદર પરી જેવી લાગી રહી છે. અનમ મિર્ઝાએ પોતાના લગ્નમાં પિંક કલરનો ટ્રેડિશનલ આઉટફીટ સાથે પર્પલ કલરનો દુપટ્ટો પહેર્યો હતો.
અસુદ્દીનની સાથે અનમના આ બીજી લગ્ન છે. આ પહેલા તેના લગ્ન બિઝનેસમેન બોયફ્રેન્ડ અકબર રશીદ સાથે થયા હતા.
અસુદ્દીન ક્રિકેટ રમે છે. તે ગત વર્ષે ગોવામાં રણજી ટીમમાં સિલેક્ટ થયા હતા, જેના પર ઘણો વિવાદ થયો હતો.
અનમે 2016ના વર્ષે હૈદરાબાદના બિઝનેસમેન અકબર રશીદ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન વધુ સમય ચાલ્યા ન હતી. બે વર્ષ બાદ બંનેએ તલાક લીધા હતા.
અસુદ્દીન મોહંમદ અઝહરુદ્દીન અને તેમની પહેલી પત્ની નૌરીનનુ સંતાન છે. નૌરીનથી તેમને એક દીકરો અયઝુદ્દીન પણ હતા, જેનું રોડ અકસ્માતમાં મોત થયું હતું.
સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિક આ તસવીરોમાંથી ગાયબ દેખાય છે. નિકાહની તસવીરોમાં શોએબની ગેરહાજરી ચર્ચાનો મુદ્દો છે.