Photos: સાળીના લગ્નમા ક્યાંય ન દેખાયો ક્રિકેટર શોએબ મલિક, સાનિયા દીકરાને લઈને એકલી ફરતી રહી
અસુદ્દીન મોહંમદ અઝહરુદ્દીન (Mohammed Azharuddin) અને તેમની પહેલી પત્ની નૂરીનનુ સંતાન છે. નૂરીનથી તેમને એક દીકરો અયઝુદ્દીન પણ હતા, જેનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. હકીકતમાં, અઝહરુદ્દીને પોતાના દીકરાને સ્પોર્ટસ બાઈક સુઝુકી જીએસએક્સ-આર 1000 ગિફ્ટ કરી હતી. આ બાઈક પર સવાર થઈને અયઝુદ્દીન જઈ રહ્યો હતો, ત્યારે અકસ્માત સર્જાયો હતો. અઝહરુદ્દીનની વાત કરીએ તો તેમણે બીજા લગ્ન બોલિવુડ એક્ટ્રેસ સંગીતા બિજલાની સાથે કર્યા હતા, પરંતુ બાદમાં તેઓના તલાક થયા હતા.
અસુદ્દીનની સાથે અનમના આ બીજી લગ્ન છે. આ પહેલા તેના લગ્ન બિઝનેસમેન બોયફ્રેન્ડ અકરબર રશીદ સાથે થયા હતા. અનમે 2016ના વર્ષે હૈદરાબાદના બિઝનેસમેન અકબર રશીદ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ આ લગ્ન વધુ સમય ચાલ્યા ન હતા. બે વર્ષ બાદ બંનેએ તલાક લીધા હતા. તો અસુદ્દીન ક્રિકેટ રમે છે. તે ગત વર્ષે ગોવામાં રણજી ટીમમાં સિલેક્ટ થયા હતા, જેના પર ઘણો વિવાદ થયો હતો.
રિસેપ્શનમાં આ કપલ બહુ જ ક્યુટ અને સુંદર લાગી રહ્યું હતું.
અનમ મિર્ઝા અને અસદ એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. અનમ વ્યવસાયે ફેશન ડિઝાઈનર છે.
બહેનના લગ્નમાં સાનિયા મિર્ઝા બહુ જ ખુશ દેખાઈ હતી. તે પોતાના દીકરા સાથે તસવીરો પડાવતી નજરે આવી હતી.
જોકે, સમગ્ર લગ્નમાં સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિક ક્યાંય જોવા ન મળ્યો. લગ્નના કોઈ પણ પ્રસંગોમાં શોએબ કે તેના પરિવારજનોની હાજરી ન હતી. જે અંગે તરેહતરેહની ચર્ચાઓ શરૂ થઈ છે. આખરે એવું તો શું થયું કે સાળીના લગ્નમાં શોએબ મલિકને પાકિસ્તાનથી આવવાનો સમય ન મળ્યો.