61ની ઉંમરે પણ કુંવારા છે બોલીવુડના આ દિગ્ગજ ડાયરેક્ટર, પોતાની જાતને ગણે છે શ્રાપિત, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં છે નામ

Tue, 08 Oct 2024-11:21 pm,

આ દિગ્દર્શક બીજુ કોઈ નહીં પરંતુ સંજય લીલા ભણસાલી છે. તેમણે  બોલીવુડમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી. ડાયરેક્ટર તરીકે તેમની પહેલી મૂવી ખામોશી ધ મ્યૂઝીકલ હતી. આ ફિલ્મે લોકોનું ધ્યાન ખેંચ્યુ અને ક્રિકિક્સ તરફથી ખુબ વખાણ થયા. ત્યારબાદ દેવદાસ, હમ દિલ દે ચૂકે સનમ, સાવરિયા, ગુઝારિશ, અને  બ્લેક જેવી ફિલ્મોએ તો બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચી નાખ્યો. 

ફિલ્મોમાં સારી નામના બાદ તેમણે વેબ સિરીઝમાં પણ ડેબ્યુ કર્યું. તેમની પહેલી વેબસિરીઝ હીરામંડી ઓટીટી પર જબરદસ્ત ધમાલ મચાવી ચૂકી છે. હવે આ સિરીઝની બીજી સીઝનની પણ જાહેરાત થઈ ગઈ છે. પોતાના સારા કામ બદલ સંજય લીલા ભણસાલીનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે. 

આ રેકોર્ડ બાજીરાવ મસ્તાનીના નામે છે. આ ફિલ્મ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી. જેણે ફિલ્મના એક ગીત માટે સૌથી મોટી હ્યુમન ચેઈનનો રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ આ ફિલ્મના ગીત ગજાનનના લોન્ચ દરમિયાન બનાવવામાં આવ્યો હતો. જેમાં 5 હજાર વિદ્યાર્થીઓ એક સાથે ભેગા થયા હતા. હાલમાં જ સંજય લીલા ભણસાલીએ  હોલીવુડ રિપોર્ટર ઈન્ડિયા સાથે ઈન્ટરવ્યુમાં વાત કરી. 

સંજય લીલા ભણસાલીએ કહ્યું કે દરેક આર્ટિસ્ટે અપમાનિત થવું પડે છે. જો મજાક ઉડાવવામાં ન આવે કે તમારી સાથે કે તમારી સાથે જે ખોટું થયું તેને લઈને તમારામાં ગુસ્સો ન હોય તો એક્સપ્રેસ નહીં કરી શકો. આક્રોશથી આવે છે.  

આ વાતચીતમાં ભણસાલીએ કહ્યું કે હું ખુશનસીબ છું કે કષ્ટમાં પેદા થયો છું. 300 સ્ક્વેર ફીટ બેરંગ ચાલમાં પેદા થયો. હું મારી જાતને નસીબદાર માનું છું કે હું એ પિતાને ત્યાં જન્મ્યો જે પોતાની પાછળ અધૂરા સપનાં છોડી ગયા. એટલે મને આટલું ધૈર્ય મળ્યું, જેટલું કોઈ ફિલ્મ મેકરને મળતું નથી. 

ભણસાલીએ પોતાની જાતને શ્રાપિત પણ કહ્યા. તેમણે કહ્યું કે હું ખુબ શ્રાપિત અને બ્લેસ્ડ છું. મને ખુબ પ્રેમ મળ્યો અને નફરત પણ. હું ખુબ સફળ છું અને નિષ્ફળ પણ. આ વિરોધાભાસ છે જે મને બનાવે છે અને હું હંમેશા આવો જ રહીશ. તમને જણાવી દઈએ કે ભણસાલી 61 વર્ષના છે અને હજુ સુધી લગ્ન કર્યા નથી. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link