Sara Ali Khan નો ‘Cannes’ લુક વાયરલ, વ્હાઈટ આઉટફીટમાં બતાવ્યો રોયલ અંદાજ
શર્મ, હયા, સૌંદર્ય અને સાદગી. આ જ ભારતીયની ઓળખ છે અને ભારતીય નારીનું રત્ન છે અને જ્યારે આ વિદેશની ધરતી પર ચમકવા લાગે, ત્યારે સમજવું કે કમાલ થઈ રહ્યું છે. આ દિવસોમાં સારા અલી ખાને કાન્સમાં આવું જ કમાલ કર્યું છે.
લહેંગામાં દુલ્હનની સુંદરતા દર્શાવ્યા બાદ હસીના સાડીમાં ગ્લેમરસ અંદાજમાં જોવા મળી.. ઑફ-વ્હાઈટ સાડી પર ડિઝાઈનર બ્લાઉઝ પહેરીને સારાએ એવી રીતે પોઝ આપ્યા કે દરેકના દિલ જીતી લીધા..
આ સુંદર ડ્રેસ પ્રખ્યાત ભારતીય ડિઝાઇનર્સ અબુ જાની અને સંદીપ ખોસલાએ ડિઝાઇન કર્યો છે. પરંતુ જે વાત તેને ખાસ બનાવી હતી તે છે સારા અલી ખાનની સ્ટાઈલ.. કાન્સમાં જ્યારે દરેક વિદેશી રંગોમાં સજ્જ જોવા મળે છે, ત્યારે સારાએ હટકે અંદાજથી લોકોના દિલ જીતી લીધા..
કાન્સના રેડ કાર્પેટ પર તેના ડેબ્યૂ લુક માટે સારાએ જે લુક પસંદ કર્યો તેની ભાગ્યે જ કોઈને ઉમ્મીદ હતી..સુંદર હેવી લહેંગો પહેરીને, જ્યારે સારા કાન્સમાં મીડિયાની સામે પહોંચી, તે લોકોની સમજની બહાર હતું, પરંતુ તે ભારત માટે ગર્વનો મોકો હતો.
કાન્સના રેડ કાર્પેટ પર તેના ડેબ્યૂ લુક માટે સારાને ટ્રોલ પણ કરવામાં આવી પણ ઘણા લોકો ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં ભારતીય અંદાજ માટે સારાને ખુબ પસંદ કરી રહ્યા છે અને તેની તારીફ કરી રહ્યા છે..