સારાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ, OTT પર મચાવે છે ધૂમ
સારા અલી ખાન અવારનવાર પોતાની સ્ટાઈલ અને એક્ટિંગથી સોશિયલ મીડિયા પર લાઈમલાઈટ મેળવે છે. પરંતુ જ્યારે પણ અભિનેત્રી તેના વેકેશન અને મુસાફરીની તસવીરો શેર કરે છે, ત્યારે તેને ચાહકો તરફથી ખૂબ તાળીઓ મળે છે. તાજેતરમાં સારા અલી ખાને તેના બીચ વેકેશનની તસવીરો શેર કરી છે.
ફોટામાં સારા અલી ખાન સમુદ્ર કિનારે સનસેટ ટાઈમે કેમેરા માટે પોઝ આપતી જોવા મળે છે. ફોટામાં સારા અલી ખાન કેઝ્યુઅલ બીચ લુકમાં જોવા મળી રહી છે. સારા અલી ખાને વ્હાઈટ કેપ, સ્કાય બ્લુ આઉટફિટ અને બ્લેક ગોગલ્સ સાથે જમાવટ કરી છે. સારાએ બીચ વેકેશન માટે વાઈટ સ્નીકર્સ પસંદ કર્યા છે.
સારા અલી ખાને પણ ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે એક તસવીર શેર કરી છે. આ ફોટોમાં સારા અલી ખાન અને ઈબ્રાહિમ બંને કેમેરા તરફ પીઠ સાથે જોવા મળે છે. સફેદ શર્ટ અને સ્કાય બ્લુ પ્રિન્ટેડ શોર્ટ્સ પહેરીને ઈબ્રાહિમ તસવીરમાં આકાશ તરફ ઈશારો કરતો જોવા મળે છે.
સારા અલી ખાને ભાઈ ઈબ્રાહિમ સાથે બીચ વેકેશનના ફોટા તેમજ જૂના વેકેશનના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. સારા અલીએ ઇન્સ્ટાગ્રામ પર વેકેશનની તસવીરો શેર કરીને સુંદર કેપ્શન પણ લખ્યું.
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો સારા અલી ખાન તાજેતરમાં નેટફ્લિક્સ મૂવી મર્ડર મુબારકમાં જોવા મળી હતી. આ મલ્ટીસ્ટારર ફિલ્મમાં સારા અલી ખાનનો રોલ એકદમ અનોખો હતો. મર્ડર મુબારક બાદ સારા એ વતન મેરે વતનમાં જોવા મળી હતી. અહેવાલો મુજબ અભિનેત્રી હાલમાં મેટ્રો માટે શૂટિંગ કરી રહી છે.