Photos: સારા, જાહ્નવી, ખુશી...મનીષ મલ્હોત્રા માટે સ્ટેજ પર ઉતરી બોલીવુડ બાલાઓ
સલમાન ખાન અને કેટરીના કૈફ, આ તે જોડી છે જેણે મનીષ મલ્હોત્રાના મુંબઇમાં આયોજિત શોમાં બધા નજરો પોતાની તરફ વાળી દીધી. સલમાન ખાન અને કેટરીના કૈફ સેલીબ્રિટી ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા માટે મુંબઇમાં યોજાયેલા ફેશન શોમાં રેપ પર ઉતર્યા. આ બંને મનીષ મલ્હોત્રાના આ શોના શોસ્ટોપર હતા.
મનીષ મલ્હોત્રા બોલીવુડના જાણિતા ફેશન ડિઝાઇનર છે અને એવામાં તેમના શો માટે ફક્ત સ્લમાન અને કેટ જ નહી, પરંતુ બોલીવુડની ઘણી હસ્તીઓ પણ સ્ટેજ પર જોવા મળી.
મનીષ મલ્હોત્રાના આ શોમાં તેમની સાથે સ્ટેજ પર લૂલિયા વેંતૂર, સારા અલી ખાન, ખુશી કપૂર, સંગીતા બિજલાણી, માધુરી દીક્ષિત, જાહ્નવી કપૂર, આથિયા શેટ્ટી, ડેઝી શાહ અને સોફિયા ચૌધરી જોવા મળ્યા.
શોની બહાર બોલીવુડ યંગ બ્રિગેડ સાથે મનીષ મલ્હોત્રા કંઇક આ રીતે જોવા મળ્યા. અહીં જાહ્નવી, ખુશી, સારા અને ઇશાનની સાથે જ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ જોવા મળી.
આ ફેશન શોમાં બધાની નજર અભિનેત્રી ભૂમિ પેડણેકર પર ટકેલી હતી તેનું કારણ એ હતું કે તેના હાથનું ફેક્ચર. આ ફેક્ચર બાદ પણ ભૂમિ રેંપ પર ચાલતી જોવા મળી.
મનીષ મલ્હોત્રાના શોમાં રેંપ પર ડેઝી શાહ અને સંગીતા બિજલાણી કંઇક આ રીતે જોવા મળી.
પોતાના 'ધડક' કો-સ્ટાર ઇશાન ખટ્ટર સાથે જાહ્નવી અને તેની નાની બહેન ખુશી કપૂર.
જાહ્નવીએ અત્યાર સુધી બોલીવુડથી અંતર જાળવી રાખ્યું હતું, પરંતુ પોતાની બહેન સાથે શ્રીદેવીની નાની પુત્રી ખૂબ સુંદર લાગી રહી હતી.
જાહ્નવી અને ખુશી બંને અહીં ખૂબ સુંદર લાગી રહી હતી.
મુંબઇના ઝેડબ્લ્યૂ મેરિએટ હોટલમાં મનીષ મલ્હોત્રાનો એક ફેશન શો આયોજિત કરવામાં આવ્યો. આ શો મનીષના ડિઝાઇન લેબલ ઇલસ્ટ્રસના 13 વર્ષ પુરા થતાં આયોજિત કરવામાં આવ્યો. (તમામ ફોટો સાભાર: Yogen Shah)