Rocky Aur Rani Ki Prem Kahani ના સ્ક્રીનિંગમાં સ્ટાઇલિશ અંદાજમાં પહોંચ્યા સેલેબ્સ, જુઓ ફોટોઝ
સારા અલી ખાને રોકી ઔર રાની કી પ્રેમ કહાનીના પ્રીમિયરમાં હાજરી આપી હતી. આ દરમિયાન એક્ટ્રેસ ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સાથે પહોંચી હતી. પરંતુ સારાએ તમામ લાઈમલાઈટ ચોરી લીધી. સારા વન સાઈડ ઓફ શોલ્ડર આઉટફિટમાં જોવા મળી હતી. હાલમાં જ અમરનાથ યાત્રાથી પરત ફરેલી સારા ખૂબ જ સારા મૂડમાં જોવા મળી હતી.
તે જ સમયે, કેટરિના કૈફ પણ ફિલ્મની સ્ક્રીનિંગમાં પહોંચી હતી, તે પણ એકદમ સ્ટાઇલિશ અંદાજમાં. વિકી કૌશલ અને કેટરીના બંને સાથે આવ્યા હતા. સોશિયલ મીડિયા પર કેટરીનાના આ લુકની ખૂબ ચર્ચા થઈ રહી છે.
અનન્યા પાંડે પણ સિમ્પલ અને ક્યૂટ લુકમાં સ્ક્રીનિંગમાં પહોંચી હતી.. બધાને લાગતું હતું કે તે આદિત્ય રોય કપૂર સાથે પહોંચશે, પરંતુ અહીં તે એકલી જ પહોંચી હતી.
રોકી અને રાનીની લવસ્ટોરીમાં આલિયા ભટ્ટ લીડ રોલ કરી રહી છે. તેથી તે રણબીર કપૂર સાથે સ્ક્રીનિંગમાં પહોંચી હતી અને તે બંને ટિમ રાનીની ટી-શર્ટ પહેરીને ફિલ્મને સપોર્ટ કરતા જોવા મળ્યા.
રણવીર સિંહ પણ હંમેશાની જેમ ફંકી અને કલરફુલ લુકમાં જોવા મળ્યો હતો.