Virat Kohli ને પસંદ કરનાર આ ક્રિકેટરે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, મચી ગઇ બબાલ

Sat, 03 Jul 2021-9:16 pm,

સારા ટેલર (Sarah Taylor) એ પોતાના ઇંસ્ટાગ્રામ (Instagram) પર ન્યૂડ ફોટો શેર કરતાં લખ્યું, 'જે પણ વ્યક્તિ મને ઓળખે છે તે જાણતું હશે કે આ પ્રકારનું ફોટોશૂટ મારા કમ્ફર્ટ ઝોનની બહારની વસ્તુ છે, પરંતુ હું આ અભિયાનનો ભાગ બનવા માટે પોતાના પર ગર્વ અનુભવું છું અને હું 'વિમન્સ હેલ્થ યૂકે' મેગેજીનની આભારી રહીશ કે તેમણે મને તેના ઇનવાઇટ કરી. (ફોટો: Instragram/sjtaylor30)

સારા ટેલર (Sarah Taylor) એ આગળ કહ્યું 'બીજી મહિલાઓની માફક મને પણ મારે બોડી વિશે ફરિયાદ કરવાની આદત રહી છે, પરંતુ હવે મેં તેનાથી નિજાત મેળવી લીધી છે. એક પ્રકારે મહિલા સશક્તિકરણ છે. દરે બીજી છોકરી શાનદાર દેખાય છે. પ્લીઝ એ યાદ રહે કે દરેક છોકરી સુંદર છે. મહિલાઓને માનસિક અને શારીરિક સમસ્યાઓથી બહાર નિકળવાની જરૂર છે. (ફોટો: Instragram/sjtaylor30)

મહિલાઓના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને લઇને જાગૃતતા વધારવા માટે સારા ટેલર (Sarah Taylor) ના આ નિર્ણયની ખૂબ પ્રશંસા થઇ હતી, પરંતુ ઘણા લોકોએ એવા ફોટોશૂટને લઇને તેમની જોરદાર ટીકા કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સારા પોતાની જીંદગીમાં માનસિક પરેશનીનો સામનો કરી ચૂકી છે, પરંતુ સમય સાથે તેમણે ચિંતાઓથી બહાર નિકળતાં શીખી લીધું છે. (ફોટો: Instragram/sjtaylor30)

સારા ટેલર (Sarah Taylor) વર્ષ 2017 માં મહિલા વર્લ્ડ કપ જીતનાર ઇંગ્લિશ ટીમનો ભાગ હતી. તેમણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં અત્યાર સુધી 6533 રન બનાવ્યા છે. સારાએ અત્યાર સુધી 126 વનડેમા6 38.26 ના સરેરાશ 4056 રન પોતાને નામ કર્યા. તેમાં સદી અને 20 અર્ધશતક પણ સામેલ છે. ટેલરના સર્વાધિક અંગત સ્કોર 147 રન છે. (ફોટો: Instragram/sjtaylor30)

સારા ટેલર (Sarah Taylor) વિશે આ વાત જગ જાહેર છે કે તે વિરાટ કોહલી (Virat Kohli) ની ફેન છે, પરંતુ ઘણા લોકો જાણે છે કે કે વિરાટ પોતે સારાને મળવા માંગતા હતા. વર્ષ 2014 માં ઇગ્લેંડ પ્રવાસ પર આવેલા કોહલી એકવાર સારાને મળવા માટે સવારે 5 વાગે તેમના રૂમમાં પહોંચી ગયા હતા. આ વાતનો ખુલાસો સારાના સાથી ખેલાડી કેટ ક્રોસ (Kate Cross) એ કર્યો હતો. કેટએ એક ટ્વીટ કર્યું હતું, જેમાં સારા ટેલરને ટેગ કરતાં તેમણે કહ્યું 'પાંચ વર્ષ પહેલાં, જ્યાઅરે વિરાટ કોહલી તમને મળવા માંગતા હતા,' આ ટ્વીટની સાથે ક્રોસએ કોહલીનો એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં વિરાટ ઇંગ્લિશ મહિલા ક્રિકેટરો સાથે હસતાં જોવા મળી રહ્યા છે. (ફોટો: Twitter/@katecross16)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link