Narendra Modi Stadium: દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ `નરેન્દ્ર મોદી સ્ટેડિયમ` કેમ રાખવામાં આવ્યું? જાણો કારણ
આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ હેઠળ બનેલા વિશાળ સ્ટેડિયમમાં 1.32 લાખ દર્શકો મેચ નીહાળી શકે તેવી વ્યવસ્થા છે. અત્યાર સુધી કોલકાતાનું ઈડન ગાર્ડન દેશનું સૌથી મોટું સ્ટેડિયમ હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેડિયમને જનતાને સમર્પિત કરતા કહ્યું કે આ સ્ટેડિયમ પીએમ નરેન્દ્ર મોદીની કલ્પના છે. જે અંગે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા ત્યારે તેમણે વિચાર્યું હતું. ત્યારે તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશનના અધ્યક્ષ પણ હતા.
અમદાવાદમાં બનેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું અને હવે આ સ્ટેડિયમ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' (Narendra Modi Stadium) રાખવામાં આવ્યું ત્યારબાદ અનેક જગ્યાએ તેનો વિરોધ પણ થઈ રહ્યો છે. વિપક્ષ આકરા પ્રહાર કરી રહ્યો છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના ડેપ્યુટી સીએમ નિતિન પટેલ, ખેલમંત્રી કિરણ રિજિજૂની હાજરીમાં સ્ટેડિયમનું ઉદ્ધાટન કર્યું. આ અવસરે ગૃહમંત્રી અમિત શાહે સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેમ રાખવામાં આવ્યું તેનું કારણ પણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે 'અમે આ સ્ટેડિયમનું નામ પ્રધાનમંત્રીજીના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે કારણ કે તે મોદીજીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.'
નવા સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી પર રખાયા બાદ શરૂ થયેલા વિવાદ પર નીતિન પટેલે પણ સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, અમિતભાઈ શાહની સ્ટેડિયમ બનાવવામાં પાયાની ભૂમિકા છે. આજે આ સ્ટેડિયમનું નામકરણ કરવામાં આવ્યું છે. દેશને ગૌરવ અપાવે તેવું સ્ટેડિયમ બનાવી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) દ્વારા સ્ટેડિયમનું નામ 'નરેન્દ્ર મોદી સ્ટેડિયમ' (Narendra Modi Stadium) નામકરણ કરવામાં આવ્યું છે.
નીતિન પટેલે કહ્યુ કે, સરદાર વલ્લભભાઈ પણ ભારતના ઘડવૈયા તેમના નામના સ્પોર્ટ્સ એન્કલેવનું રાષ્ટ્રપતિના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સરદાર વલ્લભભાઈ પટેલ રમત સંકુલ નામ આપવામાં આવ્યું. વિશ્વ કક્ષાની તમામ વ્યવસ્થાઓ રમતગમત સંકુલમાં ઉભી કરાશે.આ સંકુલમાં ભારત સરકારનો પણ સહયોગ પ્રાપ્ત થવાનો છે. એ મહાન બે મહાન નેતાઓએ ગુજરાતને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને નરેન્દ્ર ભાઈ મોદીના નામ સંકુલો સાથે જોડવામાં આવ્યા છે.