Sari trend of Bollywood: બોલીવુડ સેલિબ્રિટીઝનો આ સાડી ટ્રેન્ડ તમને આપશે સિમ્પલ અને ક્લાસી લૂક

Wed, 07 Apr 2021-1:33 pm,

મલાઈકા અરોરાનો આ સાડી લૂક દરેકને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. એકદમ સિમ્પલ અને શાદાર સાડીમાં પોઝ આપીને મલાઈકાએ ફોટોશૂટ કરાવ્યું હતું. જે બાદ આ પ્રકારની સાડી ખૂબ જ ટ્રેન્ડમાં આવી છે. મલાઈકાએ આ સાડી સાથે મેચિંગ જ્વેલરી પણ પહેરી હતી.

કૃતિ સેનનનો આ લૂક તમને કોઈ પણ વેડિંગમાં સિમ્પલની સાથે ગોર્જિયસ દેખાવામાં મદદ કરી શકે છે. કૃતિ સેનનના અનેક સાડીવાળા ફોટો સામે આવતા હોય છે અને લોકો તેના સાડી લૂકને ખૂબ જ પસંદ કરે છે.

 

કેટરની કેફ સીક્વેન સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. કેટરીનાનો આ સાડી લૂક લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. ત્યારે તમે પણ આ લૂક ટ્રાઈ કરી શકો છો.

જો તમને બ્લેક કલરના આઉટફિટ ગમે છે તો તમે કરિશ્મા કપૂરના આ બ્લેક સાડીના લૂકને ફોલો કરી શકો છે. એકદમ સિમ્પલ અંદાજમાં કરિશ્માએ બ્લેક કલરની સાડીમાં શાનદાર પોઝ આપ્યો છે.તમે કોઈ પાર્ટી કે રિસેપ્શનમાં આ લૂક ફોલો કરી શકો છો.

જ્હાનવી કપૂર હંમેશા દરેક આઉટફિટને બહુ જ ફ્લોલેસ રીતે કેરી કરે છે. ત્યારે તમે પણ કોઈ પણ પાર્ટીમાં આ લૂકને ટ્રાઈ કરી શકો છો.

જૈકલિન ફર્નાડીસ એક રેડ કલરની સીક્વેન સાડીમાં દેખાઈ હતી. તેનો રેડ સાડીનો લૂક જોઈને ફેન્સે તેમના ખૂબ જ વખાણ કર્યા હતા.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link