Satellite Calling Smartphone: સિગ્નલ રહે કે જાય, બંધ નહી થાય સ્માર્ટફોન, જાણો શું છે ખાસિયત
તમને જણાવી દઈએ કે Huawei Mate 60 Pro માં તમને સેટેલાઇટ કોલિંગની સુવિધા મળે છે, જેનો ઉપયોગ કરીને તમે નેટવર્ક વગર પણ સરળતાથી વાત કરી શકો છો.
આ ફોન એવા લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે જેઓ સતત ટ્રિપ પર હોય છે અને દૂરના વિસ્તારોની મુલાકાત લે છે. આમાં નેટવર્કની કોઈ સમસ્યા નથી, તેથી તમને કૉલ કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી.
HUAWEI Mate 60 Pro સ્માર્ટફોન 5G પ્રોસેસર અને સિસ્ટમ-ઓન-ચિપ (SoC) સાથે આવે છે. જેને કિરીન 9000s કહેવામાં આવે છે. તેને માત્ર ચીનમાં જ તૈયાર કરવામાં આવ્યો છે.
જો તમે તેની કિંમત જાણવા માગો છો, તો અમે તમને જણાવી દઈએ કે ભારતીય ચલણ મુજબ તે અંદાજે રૂ. 80,000 છે, કિંમતના મામલે આ ફોન iPhone સાથે સ્પર્ધા કરે છે પરંતુ તેની કિંમત iPhone 14 મોડલની આસપાસ છે.
અમે તમને જે ફોન વિશે જણાવવા જઈ રહ્યા છીએ તે છે Huawei Mate 60 Pro, તે હકિકતમાં એક સેટેલાઇટ સ્માર્ટફોન છે જેનો ઉપયોગ નેટવર્ક વગર પણ ખૂબ જ પાવરફુલ રીતે કરી શકાય છે.