Satta Bazar: કેજરીવાલ કારાવાસમાંથી બહાર, દિલ્હીમાં BJP ને કેટલી સીટો આપી રહ્યું છે ફલોદી સટ્ટા બજાર?

Mon, 13 May 2024-11:12 am,

હવે 40 દિવસ બાદ અરવિંદ કેજરીવાલ જેલમાંથી બહાર આવી ગયા છે. કેસની સુનાવણી દરમિયાન ચૂકાદો સંભળાવતાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની પીઠે કહ્યું કે વચગાળાના જામીન દરમિયાન કેજરીવાલના ચૂંટણી પ્રચાર અથવા નિવેદનો પર કોઇ પ્રતિબંધ રહેશે નહી. 2 જૂનના રોજ અરવિંદ કેજરીવાલને સરેંડર કરવું પડશે. પાછું જેલમાં જવું પડશે. 

લોકસભા ચૂંટણી 2024 માં દિલ્હીની સાતેય સીટો પર દરેકની નજર છે. ગત ચૂંટણીમાં દિલ્હીની તમામ સીટો પર ભાજપના ઉમેદવારોએ જીત નોંધાવી હતી. આ વખતે દિલ્હીમાં ક્લીન સ્વીપની રાહ મુશ્કેલ છે. ચૂંટણીમાં પોતાના સચોટ અનુમાનોને લઇને ચર્ચામાં રહેનાર રાજસ્થાનના ફલોદી સટ્ટા બજારે પણ દિલ્હી લોકસભા ચૂંટણી 2024 ને લઇને પોતાનું અનુમાન વ્યક્ત કર્યું છે. ફલોદી સટ્ટોડિયાનું માનીએ દિલ્હીમાં ફક્ત 7માંથી છ સીટો જીતી શકશે. 

દિલ્હીની 7 સીટો પર 162 ઉમેદવાર મેદાનમાં છે. મનોજ તિવારી-કન્હૈયા કુમારની ઉત્તર-પૂર્વ દિલ્હી સીટ માટે સૌથી વધુ 28 ઉમેદવારો મેદાનમાં છે. ઉત્તર પૂર્વ દિલ્હીથી મોટાભાગના ઉમેદવારો મેદાનમાં છે. દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે.

દિલ્હીમાં ચાંદની ચોક, ઉત્તર પૂર્વ દિલ્હી, પૂર્વ દિલ્હી, નવી દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી નામની સાત બેઠકો છે. 2024ની ચૂંટણી દિલ્હીમાં ખાસ રહેવાની છે, કારણ કે આ વખતે ભાજપ અને ઈન્ડિયા બ્લોક વચ્ચે સીધો મુકાબલો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સીટોની વહેંચણી કરી છે. દિલ્હીમાં ઈન્ડિયા બ્લોક ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીએ 4 સીટો પર અને કોંગ્રેસે 3 સીટો પર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. 

1. નવી દિલ્હી બેઠક પર સોમનાથ ભારતી AAP vs બાંસુરી સ્વરાજ ભાજપ 2. ઉત્તર પૂર્વ દિલ્હી બેઠક પર મનોજ તિવારી BJP vs કન્હૈયા કુમાર કોંગ્રેસ 3. દક્ષિણ દિલ્હી બેઠક પર સાહિરામ પહેલવાન AAP vs રામવીર સિંહ બિધુરી BJP 4. ચાંદની ચોક બેઠક પર ભાજપના પ્રવીણ ખંડેલવાલ vs કોંગ્રેસના જેપી અગ્રવાલ 5. ઉત્તર-પશ્ચિમ દિલ્હી બેઠક પર ભાજપના યોગેન્દ્ર ચંદોલિયા vs કોંગ્રેસના ઉદિત રાજ 6. પૂર્વ દિલ્હી સીટ પર AAP ના કુલદીપ કુમાર vs BJP ના હર્ષ માલમોત્રા 7. પશ્ચિમ દિલ્હી બેઠક પર AAP ના મહાબલ મિશ્રા vs કમલજીત સેહરાવત.  

ગુજરાતમાં 26 બેઠકો મધ્યપ્રદેશમાં 27-28 બેઠકો રાજસ્થાનમાં 18-20 બેઠકો છત્તીસગઢમાં 10-11 બેઠકો ઉત્તરાખંડમાં 5 બેઠકો દિલ્હીમાં 6-7 બેઠકો હરિયાણામાં 5-6 બેઠકો ઉત્તર પ્રદેશમાં 64-65 બેઠકો ઝારખંડમાં 10-11 બેઠકો તમિલનાડુમાં 3-4 બેઠકો ઓડિશામાં 11-12 બેઠકો પંજાબમાં 2-3 બેઠકો તેલંગાણામાં 5-6 બેઠકો હિમાચલમાં 4 બેઠકો પશ્ચિમ બંગાળમાં 20-22 બેઠકો

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link