આ 3 રાશિવાળા માટે આવનારા 44 દિવસ વરદાન જેવા રહેશે, `ન્યાયના દેવતા` કરશે માલામાલ! સુખ-સમૃદ્ધિથી ઝોળી ભરશે

Sat, 03 Aug 2024-3:01 pm,

વૈદિક જ્યોતિષમાં શનિદેવને કર્મફળના દાતા અને ન્યાયના દેવતા ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે શનિદેવ જાતકોને તેમના કર્મોના આધારે સારા ખરાબ ફળ આપે છે. શનિદેવ ખુબ ધીમી ચાલ ચલે છે. તેઓ એક રાશિમાંથી બીજી રાશિમાં ગોચર કરવા માટે લગભગ અઢી વર્ષનો સમય લે છે. જેનાથી જાતકો પર લાંબા  સમય સુધી શુભ અશુભ પ્રભાવ જોવા મળતો હોય છે. વર્ષ 2024માં શનિદેવ કુંભ રાશિમાં જ જોવા મળશે. પરંતુ સમયાંતરે નક્ષત્ર બદલતા રહે છે. વૈદિક પંચાંગ મુજબ 6 એપ્રિલના રોજ શનિદેવ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ્યા હતા. 12મી મેના રોજ શનિદેવ પૂર્વાભાદ્રપદના બીજા ચરણમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને હવે 18 ઓગસ્ટના રોજ પૂર્વાભાદ્રપદ નક્ષત્રના ત્રીજા ચરણમાં ગોચર કરશે તથા 3 ઓક્ટોબર સુધી આ જ ચરણમાં રહેશે. શનિની ચાલમાં આ ફેરફાર કોને ફાયદો કરાવશે તે ખાસ જાણો.   

ઓગસ્ટ મહિનામાં શનિદેવની મિથુન રાશિના જાતકો પર વિશેષ કૃપા રહેશે. આ દરમિયાન તમારી લાઈફમાં પોઝિટિવિટી આવશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. કરિયરમાં મહત્વની સફળતા મેળવશો. નોકરીયાતોને પ્રગતિની નવી નવી તકો મળશે. કૌટુંબિક જીવનમાં ખુશહાલી આવશે. 

શનિ ચાલ બદલીને કન્યા રાશિવાળાને કરિયરમાં આવતી બાધાઓ દૂર કરશે. આ દરમિયાન તમે નવી નોકરી વેપારમાં ખુબ પ્રગતિ કરશો. આવકના નવા સ્ત્રોતથી ધનલાભ થશે. લાંબા સમયથી અટકેલું ધન પાછું મળશે. દરેક કાર્યમાં ઈચ્છિત પરિણામ મેળવશો. સામાજિક પદ પ્રતિષ્ઠામાં વધારો  થશે. 

શનિની ચાલમાં આ ફેરફારથી કુંભ રાશિવાળાને મહાલાભ થશે. આ દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળશે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓથી મુક્તિ મળશે. કોટુંબિક જીવનમાં ખુશીઓ અને ઉત્સાહનો માહોલ રહેશે. જીવનમાં સુખ અને સમૃદ્ધિ તથા ખુશહાલી આવશે. નોકરી વેપારમાં પ્રગતિની નવી તકો મળશે. 

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link