વક્રી થઈને શનિ આ 3 રાશિવાળાનું ભાગ્ય ચમકાવી દેશે, રાજા- મહારાજા જેવું સુખ આપશે! બંપર આકસ્મિક ધનલાભના પ્રબળ યોગ
કર્મફળ દાતા શનિ સૌથી ધીમી ગતિથી ચાલતો ગ્રહ ગણાય છે. શનિ એક રાશિમાં આશરે અઢી વર્ષ સુધી રહે છે. આવામાં આખુ રાશિ ચક્ર પૂરું કરવામાં ત્રીસ વર્ષ જેટલો સમય લાગે છે. અત્રે જણાવવાનું કે 2025માં શનિ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાંથી નીકળીને મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે જ તે 13 જુલાઈ 2025ના રોજ સવારે 9.36 કલાકે વક્રી થશે. શનિ લગભગ 138 દિવસ સુધી વક્રી અવસ્થામાં રહેશે. શનિની ઉલ્ટી ચાલથી 12 રાશિવાળાના જીવનમાં કોઈને કોઈ પ્રભાવ ચોક્કસ જોવા મળી શકે છે. પરંતુ શનિની આ વક્રી ચાલથી 3 રાશિવાળાને બંપર ફાયદો થઈ શકે છે. જાણો શનિના વક્રી થવાથી કઈ 3 રાશિઓને ખુબ લાભ થઈ શકે છે.
શનિનું મીન રાશિમાં વક્રી થવું એ આ રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થઈ શકે છે. શનિ આ રાશિના નવમા ભાવમાં વક્રી થવાના છે. આવામાં આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી શકે છે. આ સાથે જ લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે સાથે ધન ધાન્યમાં વધારો થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વીતી શકે છે. અચાનક ધનલાભના યોગ પણ બને છે. તમારી અનેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. શેર માર્કેટમાં રોકાણ કરીને તમે સારા એવા પૈસા કમાઈ શકો છો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
વૃષભ રાશિમા શનિ એકાદશ ભાવમાં વક્રી રહેશે. આવામાં આ રાશિના જાતકોને પણ ખુબ લાભ થઈ શકે છે. પરિવારમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. જીવનમાં સુખ શાંતિ આવી શકે છે. શિક્ષણના ક્ષેત્રમાં ખુબ લાભ મળી શકે છે. નોકરીયાતો માટે આ સમય ખુબ સારો રહેવાનો છે. ઉચ્ચ અધિકારીઓનો પૂરેપૂરો સહયોગ મળી શકે છે. જેનાથી પદોન્નતિની સાથે સાથે પગાર વધારો પણ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. કરજમાંથી છૂટકારો મળી શકે છે. દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મળી શકે છે. આકસ્મિક ધનલાભના પણ યોગ છે.
આ રાશિના લગ્ન ભાવમાં શનિ વક્રી થશે. આવામાં આ રાશિના જાતકોને પણ ખુબ લાભ મળી શકે છે. જ્યોતિષ મુજબ લગ્ન ભાવમાં શનિ વક્રી થવાથી આ લોકો રાજા જેવું જીવન જીવે છે. આ સાથે જ દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે સાથે ખુબ ધનલાભ મેળવે છે. જીવનમાં શાંતિ રહે છે. આધ્યાત્મ તરફ તમારો ઝૂકાવ વધુ હોય છે. પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે.
અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.