Shani Surya Yuti End: શત્રુ ગ્રહો છૂટા પડતા આ 3 રાશિવાળાનો `ખરાબ સમય` પૂરો, બંપર ધનલાભ માટે થઈ જાઓ તૈયાર
)
હાલમાં જ કુંભ રાશિમાં શનિ અને સૂર્યની યુતિનું નિર્માણ થયું હતું. જે શત્રુતાનો સંબંધ ધરાવે છે. જેનો પ્રભાવ 14 માર્ચે પૂરો થયો છે. સૂર્ય દેવ હવે કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે. જેના કારણે ત્રણ રાશિવાળાને આકસ્મિક ધનલાભની સાથે સાથે અન્ય લાભ પણ થશે. જાણો લકી રાશિઓ વિશે.
)
આ રાશિવાળા માટે સારા દિવસની શરૂઆત થઈ ચૂકી છે. અત્યાર સુધી જે પૈસા આડેધડ ખર્ચાઈ રહ્યા હતા તેના પર હવે લગામ લાગશે. નોકરી અને વેપાર કરનારાઓને અપાર સફળતા મળશે. બેરોજગારો માટે નોકરીની તકો મળશે. જે તમને સારી તક આપશે.
)
મકર રાશિવાળા માટે આ સમય ખુબ સારો રહેશે. આ લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. આકસ્મિક ધનલાભ થઈ શકે છે. પરિવારમાં કોઈ વિવાદ ચાલતો હશે તો છૂટકારો મળશે. જેનાથી તમને મોટો લાભ થશે.
આ સમય કુંભરાશિવાળાના વ્યક્તિત્વમાં નિખાર લાવી શકે છે. જે લોકો બિઝનેસ કરે છે તેમની આવકમાં વધારો થશે. જો કોઈ યોજના ઘડી હશે તો જરૂર સફળતા મળશે. આ સમય સંપત્તિ ખરીદવા માટે યોગ્ય છે. લગ્નજીવનમાં ખુશીઓ આવશે અને અપરિણીત લોકોને લગ્નના પ્રસ્તાવ આવી શકે છે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)