Saturn Transit: શનિનું ગોચર આ 4 રાશિના જાતકોનું ભાગ્ય પલટી નાખશે, જબરદસ્ત પ્રગતિ, ઢગલો પૈસા મળશે
Shani Gochar in Kumbh 2023: જ્યોતિષ મુજબ શનિની સ્થિતિમાં નાનકડો ફેરફાર પણ તમામ 12 રાશિવાળાઓના જીવન પર અસર પાડે છે. એમા પણ વર્ષ 2023માં તો શનિ ગ્રહની સ્થિતિમાં ઘણો મોટો ફેરફાર આવવાનો છે. 17 જાન્યુઆરી 2023ના રોજ સનિ રાશિ પરિવર્તન કરીને પોતાની જ રાશિ કુંભમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શનિનું કુંભમાં ગોચર 30 વર્ષ બાદ થઈ રહ્યું છે. કારણ કે શનિ અઢી વર્ષમાં રાશિ બદલે છે. આ રીતે એક જ રાશિમાં ફરીથી પાછા ફરવામાં 30 વર્ષનો સમય લાગે છે. આવો જાણીએ આ શનિ ગોચર કઈ રાશિના જાતકોનો ભાગ્યોદય કરાવશે.
શનિ ગોચર વૃષભ રાશિના જાતકો માટે ખુબ જ શુભ સાબિત થશે. અત્યાર સુધી ભાગ્યની કમીના કારણે પ્રગતિમાં જે પણ અડચણો આવતી હતી તે હવે દૂર થશે. મોટું પદ અને પૈસા મળશે. નોકરી બદલાવવાના યોગ છે. કરિયર અને અંગત જીવનમાં પણ ઝડપથી સફળતા મળશે. અપરણિત લોકોના વિવાહના પ્રબળ યોગ છે.
શનિનું રાશિ પરિવર્તન મિથુન રાશિના જાતકો માટે મોટી રાહત લઈને આવશે. મિથુન રાશિ પરથી શનિની ઢૈય્યા દૂર થશે. શનિની ઢૈયાના કારણે જીવનમાં જે પણ કષ્ટ અને સમસ્યા હતી તે હવે દૂર થશે. તણાવમાંથી રાહત મળશે. કરિયર માટે શુભ સમય શરૂ થશે.
17 જાન્યુઆરીના રોજ શનિનું ગોચર થતા જ તુલા રાશિ પરથી પણ શનિની ઢૈય્યા સમાપ્ત થઈ જશે. તેનાથી અનેક મુસીબતો દૂર થશે. અટકેલા કામ આપોઆપ બનવા લાગશે. ધન-કરિયરની સમસ્યા દૂર થશે. મોટી પ્રગતિ થશે. ધન લાભ થશે. માનસિક સુખ શાંતિ મળશે.
શનિનું ગોચર ધનુ રાશિના જાતકોને સાડા સાતીમાંથી મુક્તિ અપાવશે. તેનાથી મુસીબતો, કષ્ટોનો દૌર ખતમ થશે. આર્થિક પ્રગતિ થશે. બીમારીઓમાંથી રાહત મળશે. તણાવ દૂર થશે. નોકરી વેપારમાં પ્રગતિ થશે. કામોમાં ભાગ્યનો સાથ મળવા લાગશે. સફળતા પગ ચૂમશે. (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)